સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી આ રૂપિયો
આજ મારો અને કાલે બીજાનો કોઈનો નથીરૂપિયો

ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો

કાલીયા ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી રૂપાળો આ રૂપિયો

એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
માન અને સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો

મદિરમાંભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છેરૂપિયો

સબધ,લાગણી,પ્રેમ કઈ નથી જોતો આ રૂપિયો
ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો

-ભરત સુચક

Categories: ,

Leave a Reply