સબંધ પર પૂર્ણ વિરામ ક્યારેય ના મુકી શકાય, એ સબંધ ની હર એક નીરાળી પળો,, તમારી સામે આવી ને ઉભી રહેજ,…અને વારંવાર એ માણસ નો અહેસાસ તમને પવન માંથી આવતી લહેર આપતી જ રહે, તમે એની સુગંધ નો અહેસાસ જરુર કરી શકશો….સાથે માણેલુ મ્યુઝિક પણ જો ક્યાંક સંભળાય જાય તો એ અમુલ્ય ક્ષણો ને વીચારી ને માણસ એકાંત શોધી થોડુ રડી પણ લે,…..અને હર દમ એક સવાલ મનમા થાયે રાખે…..એના જેવુ બીજુ કોઇ જ નથી…બસ એ અને માત્ર એ જ એક છે….એના વીના કંઈક અધૂરુ લાગે, કંઈક ખાલી ખાલી લાગે….જીવતો માણસ ખાલી જીવતો લાગે…

મારી આંખો માં તારો અહેસાસ રહ્યો છે,
સબંધ તારો મારો બહુ ખાસ રહ્યો છે…..

મારી જ હાર ની ઉજાણી કેમ હું કરુ,
જુઓ તો ખરા માણસ આ, લાશ રહ્યો છે…..

તારી જ યાદ માં હજુ ઘણો ડૂબ્યો રહુ છુ,
હાથ માં છે હાથ એવો ભાસ રહ્યો છે

રડવાનુ મન થાય તોયે કેમ રડી શકું ?
એ રેશમી રૂમાલ તારો પાસ રહ્યો છે,

તારા જેવો ચહેરો હવે ક્યાંય નથી મળતો,
તુ આવે ફરી એવો વિશ્વાસ રહ્યો છે

જીવતા જીવતા મર્યો છુ, મરતા મરતા જીવ્યો છુ,
ગઝલ માં તારી “વિ’વેક” હજુ શ્વાસ રહ્યો છે

by vivektank

Categories: ,

Leave a Reply