- માતાના આંસુ જ્યારે પિતાના પાપો ધોય છે ત્યારે ફોક થયેલી બાજીના પત્તા ફરી જીતના દ્વાર ખટખટાવે છે 

હાંફળીફાંફળી દોડી આવેલી નર્સે કહ્યું ડોક્ટર... જલદી ચાલો... સાત નંબરને ખૂબ જ ખેંચ આવે છે.... સરકારી હોસ્પિટલના સાઇકિએટ્રિક વોર્ડમાં ફરજ પર હાજર તબીબની ચેમ્બરમાં ધસી આવેલી નર્સના આ શબ્દો સાથે જ ડોક્ટર મોદી ઊભા થઇ ગયા. પાસે બેઠેલા યુવાનને કહ્યું.. કશ્યપ... આ કેસ પણ સ્ટડી કરવા જેવો છે... ચાલ... જો... ડૉ. મોદીની સાથે-સાથે આવેલા કશ્યપે પેશન્ટના ચહેરા સામે જોયું અને એ સ્તબ્ધ થઇ ગયો.... 

દોડીને આવેલી નર્સે ઇન્જેકશન આપ્યું... થોડી મિનિટોમાં પેશન્ટ સ્વસ્થ થવા માંડ્યો... નર્સને અન્ય કેટલીક સૂચનાઓ આપીને ડૉ. મોદી પોતાની ચેમ્બર તરફ જવા પાછા વળ્યા... દરવાજે પહોંચીને એમણે જોયું તો એમની સાથે આવેલો યુવાન કશ્યપ પલંગ પકડી એકીટસે પેશન્ટના ચહેરા સામે જોઇ રહ્યો હતો... ડૉ. મોદીએ કહ્યુંકશ્યપ... 

જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ કશ્યપ ઝબકયો... એણે ડૉ. મોદી સામે જોયું... અને કહ્યું... હા સર.... આવું છું. ચેમ્બરમાં પહોંચીને એણે ૭ નંબરના પેશન્ટ વિશે પ્રશ્નોનો મારો ચલાવ્યો... ડૉ. મોદીએ હસતા હસતાં પૂછ્યું પણ ખરું.... કશ્યપ... એક જ દિવસમાં સાઇકિએટ્રિસ્ટ થઇ જવું છે...? કશ્યપે કહ્યું... ના સર... પણ મને આ પેશન્ટમાં ખાસ રસ છે... એનો કેસ હિસ્ટરી, એને અપાતી સારવાર વિશે મારે જાણવું છે... ડૉ. મોદીએ કહ્યું.. અઠવાડિયા પહેલાં કોઇ અજાણ્યો માણસ એને અહીં દાખલ કરી ગયો છે. એ માણસે કહ્યું રસ્તામાં પડ્યો હતો અને ખેંચ આવતી હતી... બીજું કંઇ ન સૂÍયું એટલે માનવતાથી પ્રેરાઇને એને રિક્ષામાં નાંખીને અહીં લઇ આવ્યો છું.... બોલતા બોલતાં ડૉ. મોદીએ કશ્યપ સામે જોયું તો એની આંખ ભીની હતી... એમણે સહેજ ઝૂકી કશ્યપનો હાથ પકડી કહ્યું.. શું થયું... કશ્યપ...? 

એ મારા પિતાજી છે ડોક્ટર. આટલું બોલતાં બોલતાં તો એના ગળે ડૂમો બાઝી ગયો. 

સહેજ સ્વસ્થ થઇને એણે કહ્યું.. ત્યારે હું ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. પિતાજી અહીં રાજ્ય સરકારના એક જાહેર સાહસમાં સારી પોસ્ટ ઉપર હતા. માતા-પિતા હું અને મારો મોટોભાઇ. ચાર જણાનું અમારું કુટુંબ મોજથી જીવતું. ભણવામાં હું હંમેશાં અવ્વલ રહેતો... દસમા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થયું, રાજ્યના ટોપ-ટેનમાં મારો નંબર આવ્યો ત્યારે ઘરમાં તો જાણે ઉત્સવ હોય એવું વાતાવરણ હતું. 

મોટાભાઇએ એન્જિનિયરિંગ કર્યું અને સારી તક મળતાં નોકરી કરવા કંડલા પોર્ટ પર ગયા. 

થોડા મહિના વીત્યા હશે અને મારા ઘરનું વાતાવરણ ડહોળાવા માંડ્યું. ક્યારેક મા રડતી હોય.. પિતાજી કસમયે બહાર જાય, ક્યારેક પિતાજીએ માને ખૂબ મારી એવું જાણવા મળે ત્યારે હું ડઘાઇ જતો. એક દિવસ મને ખબર પડી, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પિતાજીને અન્ય એક સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હતા. મને પિતાજી માટે ઘ્úણા થઇ અને મા માટે સહાનુભૂતિ. જેની સાથે પિતાજીને અનૈતિક સંબંધો હતા, એ સ્ત્રીએ પિતાજીને છુટાછેડા લઇ પોતાની સાથે પરણવા જીદ કરી. નિરાશ થઇને આખરે માએ છુટાછેડાના કાગળો પર સહી કરી આપી.૧૧મા ધોરણની પરીક્ષા પછી હું અને મા, મોટાભાઇ પાસે રહેવા ચાલ્યાં ગયાં. ડૉ. કશ્યપે વાત પૂરી કરી. 

પછી ? આટલા વર્ષે તેં તારા પિતાજીને આજે જ જોયા ? ડૉ. મોદીએ પૂછ્યું. કશ્યપે કહ્યું... હા... સર.... થોડા મહિના પહેલાં જ મને ખબર પડી કે, બીજાં લગ્ન પછી પિતાજી પસ્તાયા.. બે-ત્રણ વર્ષ ઝઘડાઓ પછી પિતાજી થાક્યા. છૂટાછેડાની સામે પેલી સ્ત્રીએ અમારું મકાન પિતાજી પાસેથી પડાવી લીધું. બંને છુટાં પડ્યાં. પણ પોતે કરેલી ભૂલના પસ્તાવા છતાં હવે અમને મળવાની એમની હિંમત નહોતી. આજે એમને અહીં જોયા ત્યારે...બોલતાં બોલતાં કશ્યપના ગળે ડૂમો બાઝી ગયો. મને એમની દયા આવી ગઇ સર... મને થયું.. ગમે તેમ એ મારા પિતાજી છે. બોલતાં બોલતાં કશ્યપ રડી પડ્યો. 

ડૉ. મોદીએ એના ખભે હાથ મૂકી કહ્યું. ‘‘ડોન્ટ વરી બોય, એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ’’ આ કેસ હું જાતે હેન્ડલ કરીશ... ડૉ. મોદીને જાણે કે કોટ નં. ૭ના પેશન્ટના મનોરોગનું કારણ પણ મળી ગયું હતું અને ઇલાજ પણ.કશ્યપે ક«યું એક રિકવેસ્ટ છે સર, મને કહ્યાં વગર એમને અહીંથી ડિસ્ચાર્જ ન આપતા પ્લીઝ.. ડૉ. મોદીએ કહ્યું, ઓ.કે. શ્યોર. 

એ જ રાત્રે કશ્યપે મોટાભાઇને ફોન કર્યો. પિતાજીની દયનીય હાલત, એમની ગરીબી અને કથળેલા સ્વાસ્થ્યની વાત કરતાં કરતાં કશ્યપના ગળે ડૂમો બાઝી ગયો.ક્ષણેક મૌન રહી મોટાભાઇએ કહ્યું ..ભલે, તું ચિંતા ન કરીશ એક-બે દિવસમાં હું માને લઇને વડોદરા આવું છું. એ ને હમણાં કંઇ જ કહેવું નથી. 

મોટાભાઇ અને મા વડોદરા આવ્યા. કશ્યપ અને મોટાભાઇએ લંબાણપૂર્વક ચર્ચા કરી. એક સમયના પ્રેમાળ પિતા તરફ વચ્ચેનાં વર્ષોમાં જાગેલી ઘ્úણા ધીરે ધીરે ઓગળવા માંડી. પિતાજી માટે મા હવે કેવું વલણ લે એના ઉપર આખી વાતનો આધાર હતો. બંને ભાઇઓએ યોજના બનાવી. પોતે જે કોલેજમાં ભણે છે એ દેખાડવાને બહાને કશ્યપ, મોટાભાઇ અને માને લઇને આવ્યો. ફરતાં ફરતાં તેઓ સાઇકિએટ્રિક વોર્ડમાં પ્રવેશ્યા. 

કોટ નં. ૭ ઉપર સ્વસ્થતાથી બેઠેલા પિતાજી અને માની નજર એક થઇ. બંને અવાચક બની ગયાં ક્ષણેક બાદ ઝડપભેર લગભગ દોડીને મા વોર્ડની બહાર નીકળી ગઇ. પાછળ પાછળ આવેલા ભાઇઓએ જોયું તો મા રડી રહી હતી. મોટાભાઇએ કહ્યું.. મા, જેણે આપણી સાથે આવું કર્યુ એના માટે આંસુ શા માટે ? ચાલ, આપણે ઘરે જઇએ. તેઓ ત્રણે ઘરે પાછાં ચાલ્યાં ગયાં. બે-ત્રણ દિવસ સુધી મા ગુમસુમ રહી. એણે કશ્યપને એકાદ-બે વાર પિતાજીને શું થયું છે? કંઇ ચિંતાજનક નથી ને? એવા સવાલો પૂછી વિષય ઉખેડવાનો પ્રયત્ન કર્યો. પણ, સાઇકિએટ્રિસ્ટ બનવા આવેલા કશ્યપે મનોવૈજ્ઞાનિક ઇલાજના ભાગરૂપે માતાને વિસ્તૃત ઉત્તરો આપવાનું ટાળ્યું. 

આખરે ચોથે દિવસે માનાં આંસુનો બંધ તૂટી ગયો. ધ્રુસકે ધ્રુસકે રડતાં એણે કહ્યું... મને એમની ચિંતા થાય છે. એમણે ભલે મને દગો કર્યો પણ વર્ષો સુધી મેં એમનું પડખું સેવ્યું છે. તમારામાં પણ એમનું લોહી છે..... એમને લઇ..... આવો... સાજા થયા પછી ભલે એમને જ્યાં જવું હોય ત્યાં જાય. 

બીજે દિવસે કશ્યપ પિતાજીને ઘરે લઇ આવ્યો. મા અને પિતાજી સામસામે હતાં. સંકોચ, શરમ, ગ્લાનિ જેવા ભાવોથી લદાયેલા પિતાજીએ મા સામે જોયું.... મા એ પિતાજી સામે. પિતાજી માંડ માંડ બોલ્યા... હું તો... તારી માફી માંગવાને પણ લાયક નથી... હું તમારો ગુનેગાર છું... બોલતાં બોલતાં પિતાજી રડી પડ્યા... માએ કહ્યું... આપણા પ્રારબ્ધમાં કદાચ લખ્યું હશે... તમે ભલે તમારો ધમe ચૂક્યા... હું મારો ધમe નહીં ચૂકું..... માની આંખમાંથી વહેતી અશ્રુધારામાં બાકીના શબ્દો ઓગળી ગયા.... એક-બીજાને વળગીને રડી પડેલાં મા-પિતાજી તરફ અશ્રÀભીની આંખે જોઇ રહેલા બંને ભાઇઓના હોઠ પર હાસ્ય હતું. 

છેલ્લાં દસેક વર્ષથી ડૉ. કશ્યપ લંડન સ્થાયી છે. મા અને પિતાજી મોટાભાઇ સાથે હાલ અહીં રહે છે અને તાજેતરમાં જ અમરનાથની યાત્રાએથી પાછા ફર્યા છે. (આ સત્યઘટનાનાં પાત્રોનાં નામ બદલ્યાં છે.)

Categories:

Leave a Reply