બસમાં મુસાફરી દરમિયાન લોકોને કેવા અવનવા અનુભવ થાય છે . આવો જ એક અનુભવ હું આપ સૌને જાણવું છું . 

બસમાં મુસાફરી કરવી એ બહું મોટી વાત કહેવાય અને એનાથીય મોટી વાત હોય તો સરકારી બસોમાં મુસાફરી કરવી. એમાં પેસેન્જરને તો હેરાન થવું જ પડે પણ કંડકટરની તો વાત ના પૂછો એટલું સારૂ . એમાંય ઘણા લોકો એવા હોય છે કે જેમને જગ્યા ના મળી હોય અને છેક ડેપો સુધી જવું હશે તો પણ દરવાજા પાસે જ ઊભા રહેશે થોડા પણ આગળ પાછળ ના ખસશે , ભલે ને લોકો ગમે એટલી બૂમાબૂમ કરે કે પછી ધક્કામુકી કરે એવા લોકો ને કંઈજ ફરક નથી પડતો એવા લોકો જાણે કે એ જગ્યા સાથે ચોંટી ગયા હોય એમ જ ઊભા રહેશે ચ્યુંન્ગમની જેમ. હવે કરુણા જુઓ પેલા કંડકટરની જેણે ટિકિટ કાપવા માટે આગળ પાછળ જવું પડતું હોય છે અને એમાંય જો પેલા ચ્યુંન્ગમીયા મુસાફર જે વચમાં ઊભેલા હોય છે અને થોડા પણ હટવા ના માંગતા હોય તો કંડકટર શું કરશે ? એ તો ફક્ત બૂમો જ પાડી શકે કે અરે થોડા આગળ ખસો . તેમ છતાય લોકો ના હટે અને કંડકટર ની કમાન છટકે ત્યારે તો શું પૂછવું . અને કંડકટર ગુસ્સામાં જે વાક્ય બોલશે અને તેમાંથી કેવી રમૂજ ઊભી થશે એ પણ જોવા જેવી.

આવી જ એક બસ સુરત થી બારડોલી ડેપો સુધી જાય છે એ પણ સવારની ૮:૩૦ વાગ્યાની બસ અને એ પણ સુરતથી જ ખીચોખીચ ભરાય જતી હોય છે એમાંય પાછા સ્કૂલના બાળકો . આમ એક રીતે જોવા જઈએ તો સુરતથી બારડોલી ડેપો સુધીનું અંતર માત્ર ૨૭ કિલોમીટર છે પણ નવસારી ડેપો સુધી બસ પહોચે ત્યાં સુધીમાં વચમાં ૨૫ સ્ટોપ પણ ખરા અને બસ ફરજીયાત ઊભી જ રાખવી પડે છે કેમકે બીજા મુસાફરોને વચમાં ઊતરવું હોય છે અને બસ સ્ટોપ પર ના ઊભી રાખી તો ડ્રાઈવર અને કંડકટરનું તો આવી જ બન્યું સમજો માટે બસ તો ઊભી રાખવી જ પડે .હવે સવારની ૮:૩૦ વાગ્યાની બસ સુરતથી બારડોલી ડેપો જઈ રહી હતી અને ડ્રાઈવર એની ફરજ પ્રમાણે જે લોકો વચમાં સ્ટોપ પર હાથ ઊંચો કરે એટલે બસ ઊભી રાખતો હતો અને મુસાફરો ચઢતા અને ઊતરતા હતા . એક રીતે કહું તો ચઢતા વધારે હતા અને ઊતરતા ઓછા હતા અને કંડકટર પૂરી ઈમાનદારીપૂર્વક બધાને ટીકીટ આપવાની કોશિશ કરી રહ્યો હતો . એમાં એક બેન અને કાકી પણ હતા જેઓ વચ્ચેથી ચડ્યા હતા ને દરવાજા પાસે ઊભા રહી ગયા હતા અરે કહું તો ચોંટી ગયા હતા અને લોકોના વારંવાર કહેવા છતાં અને કંડકટરના બૂમો પાડવા છતાં પણ અડગ હતા બિલકુલ પોતાની જગ્યા છોડવા તૈયાર નહોતા . હવે શરુ થાય છે મજાકનો દોર જે અજાણતામાં થી તેમને કંડકટરથી દ્વારા તેઓને બોલાય જવાય છે. કંડકટર પેલા કાકીને કહે છે કે કાકી ચાલો દરવાજા પાસેથી હટો., તો પેલા કાકી કાકી બોલ્યા કે એ કાકી કોને કહે છે બેન ના કહેવાય તારાથી, અને કંડકટર કહે છે ઓ મારા બેન તમે અહીંથી આગળ ખસો અને પેલા કાકી હટી જાય છે પણ પેલા બેન જેમના તેમ અડીખમ ઊભા છે . ત્યારે કંડકટર ગુસ્સામાં કહે છે એઈઈઈઈઈઈઈ (A ) બેન તમને કીધું અહીંથી ખસવા અને તમે ત્યાજ ઊભા છો ચાલો આગળ ખસો . તો પેલા બેન પણ કઈ કમ નહોતા એ પણ ગુસ્સામાં કંડકટર બોલ્યા એઈઈઈઈઈ(A ) કોને કહે છે તું ? હવે પેલા કંડકટરની કમાન છટકી ગઈ તેમ છતાંય ઘણા પ્રેમથી પેલા બેનને કીધું કે બેન તમને હું એ(A ) નહિ કહું તો શું બી(B ) કહું . અને આ વાક્ય સાંભળતાની સાથે જ બધા મુસાફરો જોર જોરથી હસવા લાગ્યા અને પેલા બેન છોભીલા પડી ગયા અને દરવાજા પાસેથી હટી ગયા તે છેક છેલ્લે ઊતરવા સુધી દરવાજા પાસે ના આવ્યા. આ પ્રસંગ બન્યા પછી હું જયારે પણ બસમાં મુસાફરી કરું છું અને એ દરમિયાન જો કોઈ બેન કે કાકી દરવાજા પાસે અડિંગો જમાવીને ઊભા રહેલા જોવા મળે ત્યારે પેલા કાકી - ભત્રીજી જરૂર યાદ આવી જાય છે . માટે મારી તો બધાને વણમાંગી સલાહ છે કે મહેરબાની કરીને દરવાજા પાસે ઊભા ના રહો તો સારું નહી તો પછી હાસ્યના શિકાર બનવું પડશે.

Categories:

Leave a Reply