મચ્છીમારીની હોડીઓ, બેટ દ્વારકા

બેટ દ્વારકા શંખોદ્વાર બેટ તરીકે પણ જાણીતું બેટ દ્વારકા એ એક નાનકડો દ્વીપ છે અને ઓખાનો વિકાસ થયો તે અગાઉ આ વિસ્તારનું મુખ્ય બંદર હતું. આ સ્થળ પ્રવાસીઓને ડૉલ્ફિન જોવાની, દરિયાઈ આનંદ પર્યટન, શિબિર અને ઉજાણી કરવાની તક આપે છે. અહીંના મોટા ભાગના પુરાતત્ત્વીય ખંડેરોનું ઉત્ખનન કરવામાં આવ્યું છે અને તે ધાર્મિક હસ્તપ્રતોમાં લખ્યા અનુસારના ભગવાન કૃષ્ણના મૂળ રહેઠાણ સાથે મળતું આવે છે. દ્વારકાથી અહીં પહોંચવા માટે, રેલ અથવા સડક માર્ગે પહેલાં ઓખા બંદરના ધક્કા પર પહોંચવું પડે છે (32 કિ.મી.), અને પછી ત્યાંથી 5 કિ.મી.ની દરિયાઈ મુસાફરી માટે ફેરી બોટમાં અથવા નાનકડી બોટમાં (રૂ. 5/-) બેસીને આવવું રહે છે.


શ્રીકૃષ્ણ મંદિરઃ અહીંથી 500 વર્ષ જૂનું, અત્યંત વિશાળ એવું આ મંદિર ચાલીને 15 મિનિટના રસ્તે આવેલું છે. એવું માનવામાં આવે છે કે વલ્લભાચાર્યે બંધાવેલા આ મંદિરમાં રુકમણીએ બનાવેલી દેવમૂર્તિને પ્રતિષ્ઠિત છે. ભગવાન શ્રી કૃષ્ણને તેમના મિત્ર સુદામાએ ચોખા ભેટ આપ્યા હતા એવી એક વાર્તા છે એટલે એ પરંપરાને જીવંત રાખવા મુલાકાતીઓ અહીંના બ્રાહ્મણોને ચોખાનું દાન કરે છે. મંદિરની આસપાસના વિસ્તારમાં ભગવાન શિવ, ભગવાન હનુમાન, દેવી અને ભગવાન વિષ્ણુના અન્ય કેટલાંક નાનાં મંદિરો પણ આવેલાં છે. બેટ દ્વારકામાં ભગવાન વિષ્ણુએ શંખાસુર નામના એક દાનવને હણ્યો હતો એવી પૌરાણિક કથા સાથે પણ બેટ દ્વારકા સંકળાયેલું છે 

હનુમાન મંદિરઃ બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ 5 કિ.મી. પૂર્વમાં દાંડીવાળા હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં વિશેષ પૂજા કરવા ઇચ્છા પ્રવાસીઓ માટે રોકાવાની સુવિધાઓ પણ છે. આ મંદિરની દુર્લભ લાક્ષણિકતાઓમાંની એક એ છે કે અહીં હનુમાનના પુત્ર મકરધ્વજની મૂર્તિ પણ છે. એવી લોકવાયકા છે કે પુરોહિત ભગવાન હનુમાનના પરસેવાના એક ટીપાથી એક માછલી ગર્ભવતી બની અને તેણે ભગવાન હનુમાન જેટલા જ શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો. પુરાણો એવું પણ કહે છે કે લંકાના પ્રખ્યાત યુદ્ધ વખતે, રાવણે રામ અને લક્ષ્મણનું હરણ કર્યું અને તેમને પાતાળમાં રાખ્યા. તેમને લઈ આવવા માટે હનુમાને આ સ્થળ પરથી પાતાળમાં પ્રવેશ કરવાનું પસંદ કર્યું, અને ત્યારે પાતાળની રક્ષા કરતા મકરધ્વજ સાથે તેમણે યુદ્ધ કરવાનું આવ્યું. આ પ્રસંગે બંને જણ મળે છે અને એકબીજાને પિતા અને પુત્ર તરીકે ઓળખે છે. હનુમાનજયંતિ અહીં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. દશેરાના દિવસે પણ, શ્રી કૃષ્ણને શ્રી રામની જેમ શણગારીને પાલખી પર ફેરવવામાં આવે છે 

કચોરિયુઃ આ શ્રી રામનું મંદિર છે. તેના પ્રવેશદ્વાર પર ભગવાન હનુમાનની મૂર્તિ સાથે, ગરૂડ, શંખ અને ચક્રના શિલ્પાકૃતિઓ છે. મંદિરની પાસે આવેલું તળાવ કચોરિયુ તળાવ તરીકે ઓળખાય છે. 

હાજી કિરમાણી પીરઃ બેટ દ્વારકાની પૂર્વી દરિયાઈ પટ્ટી પર, તમે હાજી કિરમાણી પીરની સમાધિની મુલાકાત લઈ શકો છો. તેઓ મહત્ત્વના સૂફી સંતોમાંના એક ગણાય છે, જે કિરમાણ, ઈરાનના હતા. અનેક ધર્મોના લોકો અહીં આવે છે. 

ગુરુદ્વારાઃ એવું માનવામાં આવે છે બેટ દ્વારકા પંજપ્યારેના શીખ સંત શ્રી હુકમચંદજીનું જન્મસ્થાન છે. એટલે બુધિયા વિસ્તારમાં સ્થિત આ ગુરુદ્વારાની મુલાકાતે અનેક શીખ લોકો આવે છે.

લેબેલ્સ: હિંદુ ધર્મ, કૃષ્ણ, શીખ ધર્મ, સુફી સંપ્રદાય, દરિયાકિનારાઓ 

આ દ્વારકા આ નજીક/પાસે છે

અહીં કઈ રીતે પહોંચી શકાય

સડક માર્ગેઃ જામનગરથી દ્વારકાના રાજ્ય ધોરીમાર્ગ પર દ્વારકા આવેલું છે. અમદાવાદ અને જામનગરથી દ્વારકા જવાની સીધી બસો ઉપલબ્ધ છે. 

રેલ માર્ગેઃ અમદાવાદ-ઓખા બ્રોડ ગેજ રેલવે લાઈન પર દ્વારકા સ્ટૅશન છે, ટ્રેનો દ્વારકાને જામનગરથી (137 કિ.મી.), રાજકોટથી (217 કિ.મી.) અને અમદાવાદથી (471 કિ.મી.) જોડે છે. અને કેટલીક ટ્રેનો વડોદરા, સુરત, મુંબઈ, ગોવા, કર્ણાટક અને કેરળમાં ભારતના દક્ષિણ છેડા સુધી નિયમિત દોડતી ટ્રેનો દ્વારકાને જોડે છે. 

હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું વિમાની મથક જામનગર છે (137 કિ.મી.).

Categories:

Leave a Reply