આંખની સામે તો આંખ મળશે જરૂર,
પણ નજર તમે ટકાવી નહિં શકો........

અમે તો ફેલાવીશું આ બાંહોને,
પણ હાથ તમારો તમે લંબાવી નહિં શકો........

દોસ્તી કરી છે ખરા હ્રદયથી અમે,
જાણું છું કે તમે ક્યારેય પારખી નહિં શકો......

વ્રજનો ધા પડશે જ્યારે હ્રદય પર,
ત્યારે વિદાય વેળા તમે નજર મીલાવી નહિં શકો......

આવીશ જ્યારે મહેમાન બનીને આંગણે તમારા,
હ્રદયના બંધ દ્વાર તમે ઉધાડી નહિં શકો......

Posted by : Sanjay Patel On Gujarati

Categories: ,

Leave a Reply