આવો,જાણો અને શીખો હવે ઘર આંગણે શિશુ સ્પન્દન 
સંતાનોના ઘડતરમા રસ લે તે સૌ વાલીઓ ને વંદન 

અતિ ને નહી ગતી, તમારા સંતાનોને અંકુશમા રાખો 
સ્વત્રતતા કરતા સ્વછંદતા કાઢે છે નક્કી નિકંદર 

સંતાનો જો સારુ અને સાચુ ભણશે તો તમારે નિરાંત 
પછી તમારા અને તેના જીવનમા નકરો આનંદ આનંદ 

બધાની ફરજ છે શોધે સંતાનો ના સંસ્કાર ની જડીબુટ્ટી 
શીખો કબસીઓ કેમ બનાવે છે કથીર માથી કુદંન 

બાળક સાથે બાળક બનો અને સંતાનો ને મિત્ર ગણો 
ઉજવો તેહવાર પાર્ટી અને કરો જરુરી મનૉ રંજન 

આવો,જાણો અને શીખો હવે ઘર આંગણે શિશુ સ્પન્દન 
સંતાનોના ઘડતરમા રસ લે તે સૌ વાલીઓ ને વંદનPosted by :-  Jaykant Jani (USA) On Gujarati

Categories:

Leave a Reply