આજ કાલ દેશમાં લોક જુવાળ જાગૃત થયો છે ત્યારે નેતાઓ દ્વારા બે
જવાબદાર નિવેદનો થાય છે . અને કોઈ કૈક બોલે તો તેને સાંસદોનું
અપમાન કહે છે. તે કેટલું ઘટિત કહેવાય.
મિત્રો આ કાવ્ય ૨૩ ઓગસ્ટના રોજ લખ્યું હતું. પણ સમયના અભાવે એને
પ્રસ્તુત કરી શક્યો નહોતો.


===========================================================

ચિત્ર માટે ગુગલનો આભાર 
========================================================== 

આમ થશે કે તેમ થશે એમ હવાતિયાં મારે 
થવાનું હશે તે થશે પણ આ ગભરાટ શાનો છે ? 
રોજ બરોજ કરો છો શાણી શાણી વાતો 
ચોખ્ખા છો આપ નિવેદનોમાં બફાટ શાનો છે ? 
ફૂટપાથ પર ફરતા હતા એ નિર્ધન લોકો 
જનતા જુએ નેતાઓનો ચળકાટ શાનો છે ? 
અમને કંઈ ના પુછાય અમે તો સરકારમાં 
ના પૂછી શકાય તો લોકશાહીનો ઘાટ શાનો છે ? 
લુંટી દેશને ખોખલો કરી દીધો ને ઘર ભર્યું 
જનતા આપશે જવાબ કે આ પછડાટ શાનો છે ? 

===================================== 
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

Categories: ,

Leave a Reply