સુરત
આજના વસ્તુ-લક્ષી, સત્તા-કેન્દ્રીત વિશ્વમાં તમે સુરતને કદાચ, તેના કાપડ કે હિરા માટે કે પછી એક વેળાની ભવ્યતામાંથી પતન પામતા પહેલા, ભારતના સૌથી મહાન શહેરોની યાદીમાં સામેલ થયેલા શહેર તરીકે ઓળખતા હશો. પરંતુ, ઉદ્યોગનીપાછળ, શાસકોની પાછળ લોકો રહેલા છે. આક્રમક સમ્રાજ્યો, મુઘલો, અંગ્રેજો, ઉદ્યોગપતિઓ અને તેમની સાથે આવેલા વિવિધ વેપારી સમુદાયો માટે એક પ્રવેશ સ્થળ જેવા સુરતે સૌને પોતાનામાં સમાવી લીધા અને એક વૈવિધ્યિપૂર્ણ વંશીય અને સાંસ્કૃતિક મિશ્રણ બન્યું. ચીજવસ્તુઓ અને ગ્રાહકોની દુનિયાને પાછળ મુકી દો અને સુરતીઓને સાથી મનુષ્યો સમજીને મળો. તેમની શેરીઓમાં ટહેલો, તેમના મસાલેદાર, રસીલા આહારને આરોગો અને યાદ રાખો કે આપણે તો આ ધરતી પરના મુલાકાતીઓ માત્ર છીએ.લેબેલ્સ: કાપડ ઉદ્યોગ


પૂર્વભૂમિકાઃ

સુરત શહેર તાપી નદીના દક્ષિણ કિનારે આવેલું છે . ખંભાતનો અખાત કે જ્યાં તાપી નદી મળે છે , તેનાથી માત્ર ૨૦ કિ.મી.ના અંતરે વસેલું આ ગુજરાતનું આ બીજા નંબરનું શહેર દરિયાઇમાર્ગે વ્યાપાર માટેનું મહત્ત્વનું મથક બન્યું છે . ઇ.સ. ૯૯૦ માં ‘સૂર્યપુર’ અર્થાત સૂર્યદેવનું નગર તરીકે સ્થપાયું . પારસીઓ અહીં ૧૨મી સદીમાં સ્થાયી થયા . સુરત નજીકનું રાંદેર શહેર ૧૫મી સદીમાં વારંવાર પોર્ટુગલોના આક્રમણનો ભોગ બન્યું . સુરત શહેરના વિકાસમાં ‘મલેક ગોપી’ નામના શાસકનો મહત્ત્વનો ફાળો છે કારણ કે તેનું ગુજરાત સલ્તનતમાં સારું માન હતું . તેણે વ્યાપારીઓને અહીં ઉદ્યોગ ધંધા નાખવા પ્રોત્સહન આપ્યું . આમ ૧૫૧૪માં સુરત એક સમૃધ્ધ શહેરમાં ફેરવાયું . સલ્તનતે આક્રમણોથી રક્ષણ આપવા કિલ્લો પણ બંધાવેલો, જોકે આજે તો ભાગ્યે જ ક્યાંક તેના અવશેષો જોવા મળે છે. 

ઇ.સ.૧૫૭૨માં સુરત અકબર બાદશાહના શાસન તળે આવ્યું, અને મોગલો માટે તે મોટું વ્યાપારીમથક તેમ જ હજ માટે મક્કા જતા મુસ્લિમો માટેનું મુખ્ય બંદર બની રહ્યું . એવું કહેવાય છે કે ૧૭મી અને૧૮મી સદીમાં સમગ્ર વિશ્વમાંથી ૮૪ વાવટા ફરકાવતાં જહાજો આ બંદરે લાંગરાતાં . તેજાના, કાપડઉદ્યોગ વગેરેથી આકર્ષાતાં બ્રિટિશર્સ ૧૬૧૨માં, ડચ ૧૬૧૬માં અને ફ્રેંચ ૧૬૬૪માં આવ્યા. જ્યારે ૧૭મી સદીમાં મરાઠાઓએ આક્રમણ કર્યું ત્યારે, મોગલો અને પોર્તુગીઝોનાં કારખાનાં-કચેરીઓ વગેરે નાશ પામ્યાં . જો કે અંગ્રેજો પોતાની ઇસ્ટ-ઇંડિયા કંપનીને બચાવી શક્યા.પછી તો ત્યાંના નવાબને કઠપૂતળી બનાવીને શાસન સંભાળવાની શરુઆત ૧૭૩૩માં કરી, અને ૧૭૫૯માં સંપૂર્ણ સુકાન સંભાળી લીધું .ત્યારબાદ ધીમે ધીમે મુંબઇ તરફ યાતયાત માટે નજર દોડાવી.

સુરત નદીકિનારે પણ ઘણી ઊંચાઇએ હોવા છતાં વારંવાર પ્રચંડ પૂરનો ભોગ બનતું રહ્યું છે. આવી હોનારતો ૧૮૨૨,૧૮૩૭ અને ૧૮૪૩માં સર્જાયેલી ,તો ૧૮૩૭ની ભીષણ આગ પણ સુરતને દઝાડી ગઇ .વળી જૈનો અને પારસીઓ સારી તકોની શોધમાં મુંબઇ તરફ જવા લાગ્યા અને તેની પડતીમાં વધારો થતો ગયો. જો કે ૧૮૫૮ માં રેલ્વે આવતાં સુરતના ઉદ્યોગોને કળ વળી અને ઉદ્યોગસાહસિકો પાછા આ તરફ આકર્ષાયા. સુરત પ્લેગ, પૂર , કોમી રમખાણો ,બહારનાં આક્રમણો વગેરે સામે ઝઝૂમતું રહીને પાછું બેઠું થતું રહ્યું છે. આથી જ તો કેટલાક લોકો તેને તેના બદલાયેલા સ્વરૂપને જોઇને “ભારતનું ટોકિયો” પણ કહે છે.આજે ત્યાંની ૭૦% વસતિ બહારથી આવીને વસી છે. અહીં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, ઉડિયા, મલયાલમ વગેરે માધ્યમોની શાળાઓ પણ જોવા મળે છે. તો વિવિધ ધર્મસ્થાનો પણ આવેલાં છે . વળી સુરતી લાલા તેમના મિલનસાર અને ખુશ મિજાજી સ્વભાવ માટે જાણીતા છે. મસાલેદાર વાનગીઓના તેઓ શોખીન હોય છે . વળી તેમની આગવી ગુજરાતી બોલી સૌને મીઠી લાગે છે.

સડક માર્ગેઃ સુરત અમદાવાથી 234 કિમી., વડોદરાથી 131 કિમી. અને મુંબઈથી 297 કિમી. છે. એસટી અને ખાનગી, બંને પ્રકારના બસ સ્ટેશનો શહેરની પૂર્વ બાજુમાં છે. 

રેલ્વે માર્ગેઃ ટ્રેન સ્ટેશનો પણ શહેરની પૂર્વ બાજુમાં છે.

હવાઈ માર્ગેઃ સુરત હવાઈમથક રાષ્ટ્રીય ઉડાન થી દેશના કેટલાક મુખ્ય અને મોટા સહેરો થી જોડાયેલું છે.


Photo's Of Surat

The Iskon Temple at Surat


The Rang Upvan


Dutch Cemetery


Mini Eiffel Tower


English Cemetery


Iskon Temple

Categories:

Leave a Reply