આજે યુગોયુગોથી શ્રી રામભગવાનની ઠકુરાઈનાં ગાન જન હૈયે રમે છે
અને તેની અમર ચોપાયો ગુંજે છે. આજે લોકશાહીમાં જનભાવનાને ઠોકરે
ચડાવતી ઠકુરાઈ સામે ,ઉપવાસી અન્નાએ અહિંસાના અમોઘ શસ્ત્ર સાથે,
ગાંધી પગલે કરેલી અન્નાગિરી વિશ્વને પ્રભાવિત કરી ગઈ છે અને કેન્દ્રની
હુકમશાહી , જન ચેતના આગળ સમજદારી દાખવવા મજબૂર બની છે.
ભ્રષ્ટાચાર ડામવા કાનૂનની માગ એ દેશહિતનું કામ છે , એ વાત ઉપવાસી
અન્નાજીએ વિરાટ દર્શન દઈ સાબિત કરી દીધી છે. આવો લોક લાગણીને

ચોપાય વડે ઝીલીએ….(Thanks to webjagat fot this picture)
 
અન્ના તારી અમર કમાઈ, ધન ધન તવ સચ્ચાઈ
જીવ્યા જીવન જન સેવામાં, ખર્ચી સુખદ તપાઈ

ભ્રષ્ટાચાર કરે દુર્દશા , બહુ જ છકે ઠકુરાઈ
આવ્યો સાવજસો દિલ્હીમાં, દીધી વતન દુહાઈ

હથિયાર અહિંસાનું અમોઘ, છેડી ક્રાન્તિ લડાઈ
છે લડવી બીજી આઝાદી , જાગો દો ઉતરાઈ
 
ઉપવાસી અન્ના દે હાક , હો દૂર ભાગબટાઈ
માયાવી રાજ રમત હાલી, ધોખા ને ચતુરાઈ

રાષ્ટ્રનાયક તવ અન્નાગિરી, તોલે જગ શઠાઈ
તારી વાણી વચન કહાણી, દે આ દેશ દુહાઈ

ધન ધન અન્ના તારી કમાઈ (૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Posted by :Ramesh Patel on Gujarati

Categories: ,

Leave a Reply