આસુંઓ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે
કહ્યા વિના સઘળું સમજે એવા સગપણ ક્યા છે ?
     છે ને આપણા અંતરંગ મિત્રો...
હા મિત્રો સ્નેહ અને સહકારના પુલ જેવા છે આપણે સમાજના અનેક વ્યવહારોમાં અન્યની સાથે રહીને કામ કરવાનું થતું હોય છે ક્યારેક ઘર્ષણ ના પ્રસંગો પણ બનતા હોય છે ત્યારે પોતાની જાતને સંભાળીને અન્ય સાથે સમાયોજન સાધીને આશાવાદી બનવામાં જ જીવન જીવવાની ખરી મજા છે દુ:ખ , હતાશા વગેરે પ્રસંગો એ આપણા લાગણીના સંબંધો જ આપણને ફરી પલ્લવિત કરી શકે છે આપણને એમ લાગે કે ...
એ દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યાં કહેના ..
સાચા મિત્રો આપણા જીવનના પથદર્શક બને છે મુશ્કેલી ના સમયે આપણને તૂટતા બચાવે છે .હા , ક્યારેક આપણી વધુ પડતી અપેક્ષા તો કોઇપણ સબધ માં તનાવ ઉભો કરે છે.
કાળના પ્રવાહમાં વહેતા ક્યારેક એવું લાગે કે છૂટ્યા કેટલાક સંબંધો વણઈચ્છીએ અને બંધાય છે નવા તાર અકલ્પ્યે અને તેમાં-

બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓંચિંતા બોલાયા નેહના બે વેણ
સદા એવા ને એવા રહેશે હૃદય માં
કડવા આ પાંદડા તો આવશે ને જશે
હશે લીમડાની છાંય મ્હેંકભીની

Happy friendship day

Categories:

Leave a Reply