સુભ લગ્ન સ્વસુર ગૃહે સીધાવતી પુત્રી ને આશીર્વાદ .

આજનો દિન મંગલમય મહાયજ્ઞ નો છે . એ મહા યજ્ઞની સાચી પીછાણ તો જગતની સંસ્કૃતિ ઓની માતાસમી આપણી આર્યાવર્ત ની ભૂમિ ભાર્તિએજ કરી જાણીછે .

પુત્રી એટલે પતિતપાવની ગંગા; પુત્રી એટલે સુરલોકથી અવની ઉપરના અંધારા દુર કરવા , પ્રજ્ઞાપ્રકાશ

પાથરવા ઉતરેલી સાક્ષાત સરસ્વતી ; પુત્રી એટલે સંસારના એક કુળ ને અન્ય કુળ સાથે પ્રેમ ની શ્રુંખલાથીસંગઠિત કરતુ એક પ્રભુત્વ .

અપણા વડવાઓએ એક સમયે માતૃત્વને પૂજીને જગત માં પોતાનું સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવેલું .

આપ્ણે જ્યારથી એ પૂજાને સીથીલ કરીછે ત્યારથી એ ઉંચે સ્થાનેથી આપણે ખુબજ નીચે આવીગયા છીએ

આપણા સંસારમાં આજે પણ આછાઆછા અવશેષ અંકુરો રહી ગયા છે તે આપણું સદભાગ્ય છે .

એ અંકુરો હવે ફરીથી પાન્ગરસે અને ફરી આર્યાવર્ત સારા એ સંસાર ને શીળી છાયડી આપનારી વાડી

બને તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ .

પુત્રીને વિદાય આપતીવેડા એ એના ચરણ ધોઈ ચરણામૃત લેંતા માતા પિતા , જેમ અનન્ય આરાધના થી

દેવ ને સન્માનતા હોઈ તેમ પુત્રીને વળાંવતીવેડા અનવાલે પગે પડતા માતા પિતા ; અને આપ્તજન

સહસ્ત્ર યજ્ઞનું પુણ્ય ગણતા એ જનક જનેતા આ આર્યાવર્ત સિવાય બીજે ક્યાં મળશે ?

આજે આપણી બધી સુંદર બાબતોના ઝાંખા સ્મરણ ચિન્હોમાંજ રાચતાં રહી એ અણમોલ વસ્તુઓને પણ

આપણા જીવનમાં ઉતારી સક્તાનાથી અને એજ રીતે પુત્રી ને વળાવવાનો મહાયજ્ઞ પણ કૃતિમ બની ગયોછે.

શાંત , પવિત્ર અને જીવનને પ્રેરણાના પાન કરાવે એવી ભાવનાઓ વિદ્ધિઓ વહી ગય છે

અને રહ્યા છે માત્ર મિથ્યા રૂઢી રીવાજો ; ખોટા કળાહીન ભભકા અને એક બીજાથી સરસાઈ સાધવાના

પ્રદર્શનો ; એ બધું એક વેઠ ઉતરતા હોઈ એ તેવી રીતે ઉજવિએછિએ - બીજીરીતે કહીએ તો કહી

ઉઠી એ છીએ કે " જોગ માતા ભલું કરજો " ભગવાન નો પાડ માનીએ છીએ કે માથેથી મોટો ભાર

ઉતારીયો, પુત્રી જનમ આપણને મહાઆપતી રૂપ લાગે છે , જેને આશીર્વાદ વરસાવવા આવતી

જગત ની જગદંબા ગણી વન્દવી જોઈએ તેને તે રીતે અપમાનિત કરી ઈશ્વરની અવકૃપા વહોરીએ છીએ ,

સદભાગ્યે આજે આ સ્થીએ સુભગ પલટો લેવા માંન્ડીયોછે, હવે એવા સદભાગ્યી કુટુંબો છે જ્યાં પુત્રી જન્મ પુત્રજન્મ્થીયે વધુ ધન્ય , વધામણી યોગ્ય , લેખવા માંડયો છે . ભારતવર્ષમાં જયારે કન્યાપૂજા

સર્વ માન્ય બનશે ત્યારે સાચું માતૃત્વ પ્રગટશે અને એવું માતૃત્વ આ ભારતવર્ષનો ઉત્કર્ષ કરશે ,

ભારતવર્ષની આ પ્રસાદી જગત આખું ઝીલશે અને ભારતવર્ષ ખરા અર્થ માં આર્યાવર્ત બનશે.

માતા પિતા ના વાત્શ્લ્ય ભર્યા ર્હદયને તો પુત્રીને વિદાય આપવાનો પ્રસંગ ભારે કરુણાભર્યો હોઈ છે અને આથીયે વિશેષ કરુણ પ્રસંગ એકલવાયી કોઈ અજાણ પંથે પરવર્તી પુત્રી માટે હોઈ છે - જ્યાં જન્મ લીધો ,

જ્યાં માતા પિતા ની મીઠી છાંય માં અને મીઠી ગોદમાં લાડ પામી , જે ઘર જે કુટુંબ પોતાનું બન્યું , જ્યાં

માયા મમતા બંધાણી , ત્યાનું બધુય છોડી કોઈ નવી જગ્યા એ નવી જીવન ધારા સરુકરવી અને જે પોતાનું

તેને પારકું કરવું અને પારકાને પોતાના કરવા આતે કેવી વિષમતા ! પરંતુ એ વિષમતા , એ કરુણતાની

પાછળ તો છે તપની અને ત્યાગ ની ભાવના . એની પાછળ તો છે સંસારકુલ વૃક્ષોને પોતાનું જીવન સીંચી

ને પાંગરતા કરવાની પુનીત વિચારશ્રેણી , માનવી જયારે સંસારની વિકટતા, કટુતા અને કરુણતા ને પ્રભુના પ્રસાદના રૂપમાં પલટાવી નાખી આરોગતા શીખશે ત્યારે જ એ પોતાના માનવી પદ ને શોભાવશે ,

અને ત્યારેજ આપણે આ પ્રસંગને મહાપુણ્યપ્રસંગ અથવા મહાયજ્ઞપ્રસંગ કહી સક્સું .

માતા પિતા જો પુત્રીને આશીર્વાદ આપવા શક્તિમાંન હોઈ તો હે પુત્રી ! માતા પિતા ના વહાલ સોયા હૃદયના ઊંડાણમાંથી આજે અમારા સૌના અંતરની તમને અનેક અનેક આશિષો છે . તમારા શીલસત્વ

તપ , ત્યાગ અને કુટુંબપ્રેમ દિનપ્રતિદિન વધતા રહો , તમારા શીલ અને તપ ના પ્રભાવે પ્રભુએ જે સ્થાને

તમોને આજે મુક્યાછે તે સ્થાનને હરહમેશ શોભાવતા રહો , હૃદય ના અમી થી તમારા આપ્તજનોના હૃદયમાં સાચું અને ઊંચું સ્થાન મેળવો અને તમારી ઉંચી વર્તુંનકથી સૌને ઉપયોગી બની સંસાર માં સાચું

સ્વર્ગ ઉતારો અને એ દ્વારા તમારા માબાપના કુળ ને અને તમારા સ્વસુરકુળને ઉજ્વળ કરો , કુટુંમબ સેવાના એ વિરાટ વર્તુળ ને વધુને વધુ વિરાટ બનાવતા જઈ તમો દંપતી તમારા દેશની અને પ્રભુ ના જગત ની સેવા બજાવી તમારા જીવન ને ધન્ય કરો ,

પ્રભુ તમોને સાંચા શીલભર્યું અખંડ સૌભાગ્ય અર્પો .

Mayoor Desai

posted by : Yogeshkumar D. Trivedi On gujarati

Categories:

Leave a Reply