તને જોયા બાદ, તને મળ્યા બાદ અને દોસ્તી થયા બાદ 

ઘણીવાર એમ લાગે છે કે 

જે વિચારો, 
જે સત્યો, 
જે શબ્દો, 
જે ખ્યાલો, 
જે માન્યતાઓની, 

એક સરસ ઉગાડેલ વૃક્ષ જેવી માવજત કરેલી 
તેવા એક સરસ મજાના સુંદર છોડ પર 
દોસ્તીનાં.... 
સમજનાં.... 
મૌનનાં.... 
પ્રકાશનાં.... 
સંવેદનોનાં.... 
એવાં અનેક ફૂલો આવવાં લાગ્યાં છે.... 

આ બધાં ફૂલોમાં.... 
એક ફૂલ મને સૌથી વધુ પ્રિય છે- 
તે અત્યંત રંગીન, સુવાસિત અને નિર્દોષ છે. 
અને સાચું કહું તો આ ફુલ તારી દોસ્તીનું અને તારા પ્રેમનું છે- 

મારી લાખો જિંદગી આ ફૂલને હું સાચવીશ.... 

સાચે જ, દોસ્ત-મારા સોગંદ..........!!!!!!!!!!Categories: ,

Leave a Reply