લગ્ન એક એવો મોકો હોય છે જે બે વ્યક્તિઓની સાથે-સાથે બે પરિવારના જીવનને પણ પૂરી રીતે બદલી નાખે છે. લગ્નમાં સૌથી મુખ્ય રસમ હોય છે લગ્નફેરા. હિન્દુ ધર્મ પ્રમાણે સાત ફેરા પછી લગ્નની રસમ પૂરી થાય છે. સાત ફેરા પછી સાત વચન લેવામાં આવે છે. કન્યા દ્વારા લેવામાં આવતા આ સાત વચનો આ પ્રકારે છે.

લગ્ન પછી કન્યા વરના વામ(ડાબા) અંગમાં બેસતા પહેલા તે સાત વચન લે છે. એટલે પત્નીને આપણે ત્યાં વામા માનથી પણ ઓળખવામાં આવે છે. જાણો દરેક વચનમાં શું હોય છે.

1-तीर्थव्रतोद्यापनयज्ञ दानं मया सह त्वं यदि कान्तकुर्या:।
वामांगमायामि तदा त्वदीयं जगाद वाक्यं प्रथमं कुमारी।।

કન્યા કહે છે સ્વામિ તીર્થ વ્રત, ઉદ્યાપન, યજ્ઞ, દાન વગેરે શુભ કાર્ય તમે મારી સાથે કરો તો હું વામ(ડાબા) અંગમાં આવું. 

2-हव्यप्रदानैरमरान् पितृश्चं कव्यं प्रदानैर्यदि पूजयेथा:।
वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं द्वितीयकम्।।

જો તમે હવ્ય આપી દેવતાઓ અને કવ્ય આપી પિતરોની પૂજા કરો તો હું તમારા વામ અંગમાં આવું.

3-कुटुम्बरक्षाभरंणं यदि त्वं कुर्या: पशूनां परिपालनं च।
वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं तृतीयम्।।

જો તમે મારી તથા પરિવારની રક્ષા કરો અને પશુઓનું પાલન કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ ત્રીજી વાત કન્યા કહે છે.

4-आयं व्ययं धान्यधनादिकानां पृष्टवा निवेशं प्रगृहं निदध्या:।।
वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं चतुर्थकम्।।

જો તમે ધન-ધાન્યાદિને આવક-વ્યયને મારી સંમત્તિથી કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ ચોથુ વચન છે.

5-देवालयारामतडागकूपं वापी विदध्या:यदि पूजयेथा:।
वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं पंचमम्।।

જો દેવાલય, બાગ, કૂપ(કૂવો), તળાવ, વાવડી બનાવીને પૂજા કરો તો હું તમારા વામ અંગમાં આવું.

6-देशान्तरे वा स्वपुरान्तरे वा यदा विदध्या:क्रयविक्रये त्वम्।
वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं षष्ठम्।।
જો તમે નગરમાં કે કોઈ વિદેશમાં જઈ વેપાર કે નોકરી કરો તો હું વામ અંગમાં આવું. આ છઠ્ઠુ વચન છે.

7-न सेवनीया परिकी यजाया त्वया भवेभाविनि कामनीश्च।
वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं सप्तम्।।

જો તમે પરાયી સ્ત્રીને સ્પર્શ ન કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ સાતમું વચન છે.

Source: Dharm Desk, Ahmedabad

Categories:

Leave a Reply