!…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,
એ તો કોણે કોણે સાંભળી રે,
રાધા અને ગોપીઓએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,
એ તો કોણે કોણે સાંભળી રે,
મીરાં અને નરસૈયાએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,
એ તો કોણે કોણે સાંભળી રે,
મોરલા અને ગોવાળોએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!

વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,
એ તો કોણે કોણે સાંભળી રે,
મિત્ર સુદામા અને પાંડવોએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,
એ તો કોણે કોણે સાંભળી રે,
કાળીનાગ અને રાણીઓએ સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,
એ તો કોણે કોણે સાંભળી રે,
મેઘરાજા અને ગોવર્ધન પર્વતે સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!વૃંદા તે વનમાં વાંસળી રે વાગી,
એ તો કોણે કોણે સાંભળી રે,
વૃંદા તે વનના વનરાજે સાંભળી…વૃંદા તે વનમાં વાંસળી રે વાગી…!


++++++++++++++++++++++++++++++++++++++++++( ચિત્ર બદ્લ નેટ જગત અને ગુગલનો આભાર )
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Categories: ,

Leave a Reply