સાપુતારા


સાપુતારા ગિરિમથક


ઊંડો શ્વાસ લો. છોડો. તમે કુદરતના ખોળે આવી ગયા છો. 


શિયાળામાં પ્હો ફાટતાં ગાંધી શિખર પર જાવ. પ્રકાશની નદી ઊંચા નીચા પર્વતો પર વહેતા ઝરણા અને આળસ મરડતા પક્ષીઓને જાગૃતિના જાદુઈ નૃત્યમાં નવડાવી રહી છે. 

વર્ષાઋતુમાં ફૂલોથી લચેલી, લીલોતરીના પડઘાં પાડતી સાપુતારાની ઊંચી નીચી પર્વતમાળાઓમાં શ્વાસ લો. અને ઢળતા પાંદડા પર બેસીને ધ્યાન ધરતા વર્ષાબિન્દુઓને નિહાળો. તમારી આસપાસ રાજ્યના સૌથી ગાઢ વનાચ્છાદનો પૈકીનું એક ઉભું છે. 

ઉનાળામાં ગવર્નર્સ હિલના વિસ્તારમાં બિન્ધાસ્તપણે ચાલો અને આકાશમાં તારા ટમટમવા માંડે ત્યારે સાપુતારા તળાવમાં ડૂબકી મારતા સૂર્યનો અવાજ સાંભળો.

જેવી તમારી બસ અંબિકા નદી પર થઈને પર્વત ચડવા માંડે છે કે તમે નગરો અને શહેરોની ભીડ તમારી પાછળ છોડી દો છો અને આદિવાસી લોકોના સશક્ત વિશ્વમાં દાખલ થાવ છો. સહ્યાદ્રીની ગિરિમાળામાં, લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલા આ ડાંગી વિસ્તારનું નામ આદિવાસીઓના પૂજનીય સાપ દેવના નામ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે ‘સાપનું ઘર’, એટલે કે સાપુતારા. 

ગુજરાતના એકમાત્ર ગિરિમથક હોવા છતાં તેનું ઓછામાં ઓછું વ્યાપારીકરણ થયું છે અને હજુ પણ દૂષિત થયું નથી.


લેબેલ્સ: જંગલ, આદિવાસી, ડુંગરો, શિબિરો માટેનાં સ્થળો અને પગપાળા મુસાફરી માટેની જગ્યાઓ સહભાગી પ્રવાસન

આ પ્રદેશની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ વિષે જાણો. ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠની મુલાકાત લો અને તેના સ્થાપક , અત્યંત આદરણીય પૂર્ણિમા પકવાસાના કાર્યો વિષે જાણો, જેમણે પાંચ કરતા વધારે દાયકાઓથી આદિવાસી સ્ત્રીઓના સશક્તિકરણ માટે અથાગ કામગીર બજાવી છે. આજે ‘ડાંગની દીદી’ તરીકે ઓળખાતા પકવાસાની ઉંમર નેવુની ઉપર છે. અન્ય વિખ્યાત સામાજિક કર્મશીલો ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકે તેમના આહવા ખાતેના આશ્રમમાં ડાંગના વતનીઓ માટે ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે.

 How to get here
સડક માર્ગેઃ અહીંથી વઘઈ શહેર 51 કિ.મી. દૂર આવેલું છે. અમદાવાદઃ 409 કિ.મી. સુરતઃ 164 કિ.મી. મુંબઈઃ 250 કિ.મી. વડોદરાઃ 309 કિ.મી.

વઘઈ અને અમદાવાદથી રાજ્ય પરિવહન બસો અને ખાનગી લક્ઝરી કોચ ઉપલબ્ધ છે. જો તમે ખાનગી કાર લઈને આવતા હો તો કદાચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વધુ ઝડપથી પહોંચાડે તેમ બને, પણ રાજ્ય ધોરીમાર્ગ ખૂબ સુંદર કુદરતી દૃશ્યોસભર રસ્તો પૂરો પાડે છે. 

રેલ માર્ગેઃ પશ્ચિમ રેલવેના બિલિમોરા-વઘઈ નેરો ગેજ વિભાગ પર અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન વઘઈ છે. ગુજરાતમાંથી સુરત થઈને અથવા અમદાવાદ થઈને આવનારાઓ માટે કે મુંબઈથી આવનારાઓ માટે પણ, બિલિમોરા એ સૌથી સગવડભર્યું રેલવે મથક છે, અને અહીંથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે

હવાઇ માર્ગઃ અહીંથી સૌથી નજીકનું વિમાનમથક વડોદરા છે, જે 309 કિ.મી. દૂર છે. 


Photo's of Saputara
સાપુતારા

સાપુતારા ખાતે પૅરાગ્લાઇડિંગ પ્રવૃતિઓ

Categories:

Leave a Reply