નેતાઓની જમાત છે....કાવ્ય=========================================================ચિત્ર માટે ગુગલનો આભાર.....

===================================યાદ છે અમને દિવસ ને યાદ એ રાત છે

એ એપ્રિલ હતો આ ઓગસ્ટની વાત છે

વાયદા ને વચનો એમનાં સાચાં છે ખરાં

વચનોમાં ફરી જતી નેતાઓની જમાત છે

વિશ્વાસ કર્યો જનતાએ કેવી હતી ઘડી

વિશ્વાસ કરવો કેવો આ નફફટ જાત છે

ભાડાં ભથ્થાં પાંચ મીનીટમાં પસાર થાય

જન લોકપાલમાં વાંધા કેવી કમજાત છે

લોકોની વેદનાને અન્નાએ જગાવી જાણી

નવ દિવસના ઉપવાસ ને નવ રાત છે

ટેકો જાહેર કરે અન્નાજીને વાહ એ ઝીલે

સંસદમાં એ જ કરતા હોય અલગ વાત છે

સર્વ દલીય બેઠકમાં કર્યું બધાએ નાટક

ચુંટણીમાં જોજો જનતાની કેવી લાત છે

નથી રહ્યો હવે વિશ્વાસ એમની વાત પર

અભિનયમાં કોઈ ના પહોંચે એવા પ્રખ્યાત છે===================================

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)


Categories:

Leave a Reply