!…કાનુડા મારી આતુરતાનો અંત લાવો રે…!
કાનુડા મારી આતુરતાનો અંત લાવો રે,

મૈયા દેવકીનો સાદ સાંભળી પ્રતિસાદ દીધો રે…!


યશોદાના હૈયે વસી યશ આપ્યો રે,

જશોદાનો દુલારો કહેવાયો રે…!


રામ-લખનથી ઓળખાયો રે,

કિશન-કાનુડો કહેવાયો રે…!


મામા કંસથી મુક્તિ અપાવી રે,

રાક્ષસોનો સંહારક કહેવાયો રે…!


વૃદાં તે વનમાં વાંસળી વગાડી રે,

રાધા-કિશનથી ઓળખાયો રે…!


મોરલીવાળો-સુદર્શન ચક્રધારી રે,

નંદના લાલથી ઓળખાયો રે…!


સુદામાનો મિત્ર અને અર્જુનનો સારથિ બન્યો રે,

ધર્મના રક્ષક બની અમ આંગણે પધારો રે…!


દિલમાં રામ રાખીને ગોવર્ધન ઉઠાવ્યો રે,

એ તો મારો કિશન-બલરામ કહેવાયો રે…!


++++++++++++++++++++++++++++++++++++++++++

( ખાસ નોંધ : ચિત્ર લેવા બદલ નેટ જગતનો ખુબ ખુબ આભારી છું. )

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Categories: ,

Leave a Reply