ભારતના સામાન્ય પ્રવાસિયોની સરખામણીમાં ગુજરાતનો પ્રવાસી 50 ટકા વધારે રૂપિયો ખર્ચ કરે છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં જ વર્ષ 2010ની શરદ ઋતુના પ્રવાસિયોના આંકડાઓ પ્રકાશિત કરનારી કંપની હોલિડે આઈક્યૂ.કૉમે કર્યા છે. 

- સર્વાધિક 15 જગ્યાઓમાં જનારા પ્રવાસિયો ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સૂરતના રહેવાસી
- આટલુ જ નહીં, ગુજરાતના પ્રવાસિયોનો સરેરાશ સમૂહ 5.25 લોકોનો
- ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા, સોમનાથ, સાપૂતારા અને સાસણ ગિર જવાનુ પસંદ કર્યુ
- ગુજરાતની બહાર માઉન્ટ આબૂ, ગોવા, પંચમઢી, દમણ અને દીવ

ભારતભરના પ્રવાસી સ્થળોએ વર્ષ 2010ની શરદ ઋતુમાં પંહોચેલા પ્રવાસીઓના આંકડાઓ અને તેમના દ્વારા ખર્ચવામાં આવેલા નાણા અંગેના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે કે ભારતીય પ્રવાસિયોના કુલ ખર્ચમાં માત્ર ગુજરાતી પ્રવાસિયોની ભાગીદારી 7% છે. સામાન્ય પ્રવાસીની એક-બે દિવસના પ્રવાસનો સરેરાશ ખર્ચ જ્યાં 11063 રૂપિયા રહ્યો છે ત્યાંજ ગુજરાતનો પ્રવાસી તેના પ્રવાસ પાછળ 16461 રૂપિયા ખર્ચ કરે છે. 
આટલુ જ નહીં, ગુજરાતના પ્રવાસિયોનો સરેરાશ સમૂહ 5.25 લોકોનો છે, જે રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન સમૂહોમાં જોડાયેલા લોકોની સરખામણીમાં 20% વધારે છે. પાછલા વર્ષે 2010માં ભારતભરથી પ્રવાસીયોએ લગભગ 500 મિલિયન મુસાફરી કરી છે. તેમાં સર્વાધિક 15 જગ્યાઓમાં જનારા પ્રવાસિયો ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સૂરતના રહેવાસી છે. 
ગુજરાતી પ્રવાસિયોએ ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા, સોમનાથ, સાપૂતારા અને સાસણ ગિર જવાનુ પસંદ કર્યુ જ્યારે ગુજરાતની બહાર માઉન્ટ આબૂ, ગોવા, પંચમઢી, દમણ અને દીવ, મહાબળેશ્વર અને અંદમાન નિકોબાર પણ પસંદ કર્યા છે.

Form ;- Divyabhaskar


Categories:

Leave a Reply