આજના શિક્ષન વિષે   મારા વિચારો


         આજના વિદ્યાર્થી હોંશિયાર ,ચાલાક
અને તંદુરસ્ત છે .ટેકનોલોજી તેના  લોહીમાં છે.  પરંતુ  આમ છતાં  અવારનવાર
સમાચાર સાંભળીએ  છીએ કે  વિદ્યાર્થી  અભ્યાસના બોજથી   આત્મહત્યા કરે  
છે.  ત્યારે આપણને એમ  થાય કે  પહેલા  આટલા સંદર્ભ સાહિત્ય ન હતા . રોજના
બે  પેપર હતા   આઈ.એમ.પી. માંગવાની વિદ્યાર્થીને ખબર નહતી પડતી અને 
શિક્ષકોને  આપવાની ખબર નહી હોય એમ   લાગે છે. આટલા  લોકો પરીક્ષાની
શુભેચ્છા  પાઠવતા નહતા  આમ  છતાં   ત્યારે  અભ્યાસ ના કારણે કોઈ બોજ નહતો 
આખું વર્ષ તો ભણવાનું હોય  પરિક્ષા માં શું આવશે તેનો વિચાર જ ન  હતો

  
         આજે   તદ્દન   જુદી જ પરિસ્થિતિ  જોવા મળે  છે આજે   વાલી,
શિક્ષકો સમાજ  બધાજ  શિક્ષન પરત્વે  ચિંતિંત છે. છતાં   વિદ્યાર્થીની
અભ્યાસના    કારણે  આત્મહત્યા ?   માની   ન  શકાય આજના  શિક્ષન થી માણસ  ડીગ્રીધારી બને છે. પરંતુ   શિક્ષિત   નહી  મોટી   ફી  ભરી  ડીગ્રી   ખરીદી   શકાય શિક્ષન  મેળવી શકાય  નહી
આજે  mba , bca , mbbs વગેરે ડીગ્રી   વેચાય છે   શિક્ષન અપાતું નથી   જો
આ  બાબત પ્રત્યે   આપણે  અત્યારે જાગૃત નહી થઈએ તો  આપણા  ગુજરાતની સ્થિતિ
શું   થશે ? હકીકતમાં  વિદ્યાર્થી  ને ભણવા  નો   બોજો    છે જ  નહી  
વિદ્યાર્થી નું ધ્યાન ભણવા કરતા  બીજી   બાબતોમાં વધારે છે  તેને ખબર છે  
કે વાલી ચોરી કરવા ભલામણ માટે દોડશે  અને પરિક્ષા માં   ચોરી  કરવા દે
તેવા   શિક્ષકો પણ આ દેશમાં છે.   


Posted by : bhavnaben dholakiya On GujaratiCategories:

Leave a Reply