આખરે તું ચાલી ગઈ મારા સપના તોડી,


તને શું મળ્યું અમારા નાજુક દીલડા તોડી

અમારા દિલ ના તાર છંછેડી શાને ગયી,


મંદિરો માં અમે પણ માંગી માનતા થોડી 

મંઝીલો જોઈ હતી તારી મુજ આંખે અહીં,


સપના પુરવા કાજ તું ચાલી મનડા તોડી

આપ્યો સાથ તારો મુજ ઘરબાર છોડી,


તું ચાલી મારા બાગે બે-ચાર ફૂલડાં તોડી 

હવે તો નથી જોવાતી રાહ તમારી અહીં,


સ્વપ્ના પણ જોતા હવે મારી આંખડી રડી 

પ્રીત ની રીત કાજે ખુશીથી દુનીયા છોડી,


તુ મને કેવા પ્રેમ થી સખી ગઈ તરછોડી.
Posted By :- Sanjay Patel On Gujarati


Categories: ,

Leave a Reply