!...માતા એ પ્રેમની યુનિવર્સિટી છે...!
માતા એ પ્રેમ નામની યુનિવર્સિટી ચલાવે છે,
તેમાં દરેક પ્રકારના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના કોર્ષો ચાલે છે,
પણ બાળકે યોગ્ય કોર્ષ પસંદ કરવાનો છે.
આ કોર્ષોમાંથી કેટલાક કોર્ષો 5 વર્ષ માટેના તો કેટલાક
આજીવન ચાલતો અભ્યાસક્રમ છે.
આ કોર્ષોમાં પ્રમાણિકતા, સંસ્કાર, સત્યના પાઠો, હકારાત્મક અભિગમ,
બીજાને મદદરૂપ થવાની ભાવના, દેશપ્રેમ, એકતા વિગેરે અનેક અભ્યાસક્રમ ચાલે છે.
મેડીકલ કે ઈજનેરી વિદ્યાશાખામાં ન ચાલતા હોય તેવા કોર્ષો આ
યુનિવર્સિટીમાં ચાલે છે. તેમાં આપણે કેટલા સફળ થઈએ છીએ,
તે જોવાનું કામ સમય આવ્યે આપણે સમાજને કરી બતાવવાનું છે.
કહેવાય છે કે “ ઈશ્વર તો સુખ અને દુ:ખ બંને આપે છે,
 જયારે માતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખ જ આપે છે.”
દુ:ખને એ પોતાના હૈયામાં સમંદરની માફક સમાવી લે છે.
મે એમ સાંભળ્યુ છે કે ડૉકટરી સારવાર વખતે “ ICU ” દરદી હોય ત્યારે
તે સલામતીની વધુ કાળજી લેવાતી હોય છે, તેવી જે રીતે બાળક જ્યારે
 માતાના ખોળામાં હોય ત્યારે સૌથી વધુ સલામત હોય છે.

અંતે મારે એટલુ જ કહેવું છે કે શક્ય હોય એટલું પાલન કરવું,
થઈ શકે તેટલુ કરવું, હું કોઈ આદર્શવાદી વિચારસરણીવાળો વ્યક્તિ નથી.
 “ જય જય ગરવી ગુજરાતીઓ” 
++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

Categories: ,

Leave a Reply