પ્રેમને સાકાર થવાનું મન થયું ને 'મા'નું સર્જન થયું.

પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે... બધાને ત્યાં વિરમવું પડે છે.

રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં 'મા'નો જ મળે.

'મા' ગંગા કરતાં પણ મહાન છે,
ગંગા સુકાય, મા નહિં.

મા એ પૂર્ણ શબ્દ છે ગ્રંથ છે, યુનિવર્સીટી છે,
મા મંત્ર બીજ છે પ્રત્યેક સર્જનનો આઘાર છે મા,
મંત્ર તંત્ર ને યંત્રની સફળતાનો મુલાધાર છે મા.

જેને કોઇ ઉપમા આપી ન શકાય એનું નામ છે 'મા',
જેની કોઇ સીમા નથી તેનું નામ છે 'મા'.

મારે ખરી, પણ... માર ખાવા ન દે એનું નામ "મા".

શિવની જટામાં માત્ર ગંગા જ અવતરી છે, પરંતુ
માના જીગરે તો કંઇક ગંગા અને મહાસાગરો ઉમટયા છે.

પૃથ્વી પરનો સૌથી મહાન, સૌથી પવિત્ર શબ્દ છે "મા".

બાળકને રાહ બતાવે તેનું નામ ગુરૂ પરંતુ,
બાળકની રાહ જુએ તેનું નામ માતા.

મા ના પ્રેમમાં કદી રૂકાવટ હોતી નથી.
મા ના વિચારમાં કદી મિલાવટ હોતી નથી.

"મા"નું મૂલ્યાંકન થઈ શકે તેવી કોઇ વ્યક્તિ કે શબ્દો નથી, માટે જ કહેવાય છે કે
"મા તે મા, બાકી બધા વગડાના વા".

Posted By:- Prashant Shah On Gujarati

Categories:

Leave a Reply