ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ચાલ કૈં એવીય ચાલે છે સમય અણધારી,
માત થઈ જાય છે રમનાર બધા માત વગર
-શૂન્ય પાલનપુરી

તમે તમારા સમયને તમારી ઇચ્છા મુજબ વાપરી શકો છો? જો ન વાપરી શકતા હોય તો માનજો કે તમે તમારી જિંદગી તમારી રીતે નથી જીવતા. બહુઓછા લોકોના હાથમાં પોતાની જિંદગીનું સ્ટિયરિંગ હોય છે, મોટા ભાગે ગાડી આપણી હોય છે અને ચલાવતું કોઈ બીજું હોય છે. હા, આખા દિવસનો સમય કદાચ આપણે આપણી રીતે જીવી ન શકીએ પણ પોતાના માટે જીવવી જોઈએએટલી જિંદગી પણ આપણે જીવીએ છીએ?

અત્યારના માણસ પાસે બધું જ છે, નથી તો માત્ર સમય. ઘડિયાળના કાંટા અને એપોઈન્ટમેન્ટની ડાયરીએ આપણી જિંદગીનુંઅપહરણ કરી લીધું છે. એ આપણી પાસે ખંડણી માગે છે કે તારે તારી રીતે જીવવાનું નથી, અમે કહીએ એમ જ કરવાનું છે. તમે વિચારજો કે સમય તમારા કબજામાં છે કે તમે સમયનાસકંજામાં છો?

એક અતિ ધનાઢય મિત્રની નજરે જોયેલી ઘટના છે. દુનિયાની કોઈએવી ચીજ નથી જે એની પાસે ન હોય. તેના મિત્રો પણ એની જેવા અને એના જેટલા જ ધનવાનોછે. આ મિત્ર પાછો સંવેદનશીલ પણ છે. તેણે કહ્યું કે,“અગિયારથી છનો સમયતો ઓફિસ, કામ અને ધંધામાં પસાર થઈ જાય છે પણદરરોજ એક સવાલ હોય છે કે આજે રાતે શું કરીશ?કોની સાથે વાતકરીશ?” એ દરરોજ રાત પડે કોઈને કોઈ મિત્રને ખાવાઅને પીવા બોલાવે છે. તેણે કહ્યું કે,“હું દરરોજપાંચ-સાત મિત્રોને ફોન કરું તેમાંથી માંડ એકાદ મિત્ર હા પાડે! બાકીના કોઈ પાસે સમયજ હોતો નથી. સોરી યાર, બીઝી છું,બહુ ટાઈટ શિડયુલછે. એવા જવાબ મળે છે.

તેણે કહ્યું કે,“હું દરરોજ રાતેમિત્ર પાછળ ત્રણથી પાંચ હજાર ખર્ચું છું. છતાં મજા નથી આવતી. જે આવે છે એ દિલથીવાતો કરવા નહીં પણ માત્ર મારી સાથે સંબંધ જાળવવા આવે છે. તેણે વાત આગળ વધારી કે કાશ,આપણે આપણી સંપત્તિથી આપણને ગમે એવો સમયખરીદી શકતા હોત. દુનિયાનો સૌથી મોટો શાપ એ છે કે તમારી પાસે બધું હોય અને તમારીપાસે કોઈ ન હોય!

એ મિત્રની એક વાત સ્પર્શે તેવી હતી. તેણે કહ્યું કે મને મારા ડ્રાઈવરની સૌથી વધુ ઈર્ષા આવે છે. એક વખત હું મારા બંગલામાં સાવ એકલોહતો. કોઈ મિત્રને સમય ન હતો. ડ્રાઇવરે ઘરે જવા રજા માંગી. કહ્યું કે,”સાહેબ,હું જાઉં?” મારાથી પુછાઈ ગયું, “અહીંથી જઈને શું કરીશ?” તેણે કહ્યું કે, “મને મારો એક મિત્ર દરરોજ લેવા આવે છે. એતેનું મોપેડ લઈને બહાર ઊભો હશે. અમે બંને ચોકની લારી પર જઈને ચા પીશું. સુખ-દુઃખનીવાતો કરીશું. ગપ્પાં મારીશું. જોક કરીશું,હસીશું. કંઈ કામહશે તો એકબીજાને મદદરૂપ થશું. કલાક પછી જુદા પડીશું. ઘરે જઈશ. પત્નીને ઘરના કામમાંમદદ કરાવીશ. છોકરાંવ સાથે વાત કરીશું અને સૂઈ જઈશ. મારો મિત્ર, પત્ની અને બાળકો બધાં મારી રાહ જુએ છે.

સારું, તું જા. એમ કહીને એને જવા દીધો. પછી વિચારઆવ્યો કે, સાલ્લો કેવો નસીબદાર છે! મારો દીકરોઅમેરિકા ભણે છે, પત્ની સામાજિક સંસ્થાની કોન્ફરન્સમાંફ્રાન્સ ગઈ છે. સુખની વ્યાખ્યા મને નાના લોકો પાસેથી શીખવા મળી છે. આપણે તો સંતાનોસાથે વાત કરવા પણ એની પાસે સમય માંગવો પડે છે, વાતાવરણ ક્રિએટ કરવું પડે છે. દીકરાસાથેનો સંવાદ પણ જ્યારે મિટિંગ જેવો લાગે ત્યારે સમજાય છે કે ડ્રાઇવર મારા કરતાંકેટલો સુખી છે.

તમારા દરેક સંબંધને તમારા સમય સાથે સંબંધ છે. તમારી પાસેતમારા પોતાના લોકો માટે સમય છે? તમારા લોકોને તમારા માટે સમય છે. જો હોયતો તમે સુખી અને નસીબદાર છો. તમારા સમયે તમને એટલા બધા તો પકડી નથી રાખ્યા ને કેતમે ટસના મસ ન થઈ શકો. એક મિત્ર સાથે દુઃખદ ઘટના બની. તેને રડવું હતું પણ આખો દિવસએટલી બધી મિટિંગ્સ હતી કે રડવા માટે પણ સમય ન મળ્યો. અડધી રાતે પથારીમાં પડી એધ્રૂસકે ધ્રૂસકે રડયો. તેણે કહ્યું કે,“એ દુઃખદ ઘટનાકરતાં મને વધુ રડવું એ માટે આવ્યું કે મને મારી વેદના માટે રડવાનો પણ સમય નથી!

અમેરિકામાં પતિ-પત્નીના સંબંધો વિશે એક સર્વે  થયો.તેમાં બહાર આવ્યું કે, પતિ-પત્નીને એકબીજા સામે સૌથી મોટી કોઈફરિયાદ હોય તો એ સમયની હતી. જ્યારે જરૂર હોય છે ત્યારે એનથી હોતો! એ હોય છે ત્યારે મારી સાથે નથી હોતો. આઈપેડ ઉપર ઈ- મેલિંગ અને ચેટિંગચાલુ હોય છે. ફેસબુક પર દૂર બેઠેલા મિત્રની વોલ પરસંદેશા મુકાય છે. ફેસબુકની આ વોલેઅમારા વચ્ચે ન દેખાય એવી દીવાલ ચણી દીધીછે. દૂર હોય તેની દરકાર અને નજીક હોય તેના પ્રતિ બેપરવા વ્યક્તિનો સમૂહ વિસ્તરતોજાય છે. સોશ્યલ નેટર્વિંકગ વધતું જાય છે તેમ માણસ નોન-સોશ્યલ બનતો જાય છે.એસએમએસના સૂકા શબ્દોમાં સંવેદના નથી. વીડિયો કોન્ફરન્સિંગથી સ્ક્રીન પર ચહેરાજોઈને થતી વાતોને મિલનકહેવું પડે તોસમજવું કે આપણા સંબંધો સાયબર-સીકથઈ ગયા છે.

કોઈના સ્પર્શ વગર આંગળાનાં ટેરવાં તરડાઈ જાય છે. આંખોમાંઉચાટ ઉપસી આવે છે. દિલ ઓટોમેટિક મશીનની જેમ ચાલતું રહે છે, ધબકતું નથી. સંવેદનાઓ સળગીને પોતાને જ બાળી નાખતી હોય એવું લાગે છે. બુઢ્ઢાથાય એ પહેલાં જ માણસો બુઠ્ઠા થઈ જાય છે. હસવા માટે પણ હવે આપણને એસએમએસથી આવતાં જોકની જરૂર પડે છે. ફન માટે ફાંફાં મારવાપડે છે. એકાંત હવે ખાલીપાનો પર્યાય બની ગયું છે. આપણને આપણાથી જ ડર લાગે છે. લોકોએકલા એકલા બબડે છે અને એકલા એકલા ફફડે છે.

એક વદ્ધ સાધુ પાસે ગયો. તેણે  સાધુને કહ્યું કે, “મારા માટે ઘરના કોઈ પાસે સમય જ નથી. સાધુએ હસીને કહ્યું કે, “જે તેં ક્યારેય આપ્યું નથી એ મેળવવાની અપેક્ષા તું કેવી રીતે કરી શકે? તેં તો ક્યારેય કોઈને સમય આપ્યો જ નથી. તને મળવા તારા જ લોકોએ રાહ જોવી પડતીહતી. હવે રાહ જોવાનો વારો તારો છે. વાંક તારાલોકોનો નથી. વાંક તારો છે. જે આપ્યું હોય, એ જ તમને મળે.

આખી દુનિયા બિઝી છે. ફુરસદ હવે લકઝરીબની ગઈ છે. માણસપાસે બીજા માટે શું, પોતાના માટે પણ સમય નથી. તમારી પાસે સમયછે? જો હોય તો પોતાની વ્યક્તિને આપવા જેવીશ્રેષ્ઠ ચીજ, ઉત્તમ ભેટ અને અમૂલ્ય જણસ સમય જ છે.કોઈને તમારી પાસેથી તમારા સમય સિવાય કંઈ જ જોતું હોતું નથી. જો તમારી પાસે તમારાલોકો માટે સમય ન હોય તો માનજો કે તમે સૌથી વધુ ગરીબ છો!

છેલ્લો સીન

માણસને પારખવામાં જ રહીશું તો એમને ચાહવાનો સમય જ બાકી નહીંરહે.
- એડમંડ બર્ક 


From- www.sandesh.com

Categories:

Leave a Reply