ગુરુપૂર્ણિમા કે જેને વ્યાસપૂર્ણિમા કહેવામાં આવે છે. તેની ઉજવણી થશે. આદિ ગુરુ ભગવાન નારાયણ જ વેદવ્યાસ થઈને અવતાર લઈ પ્રગટ થયા હતા. કોઈપણ પૂજન, યજ્ઞા તેમજ શુભકાર્યનો પ્રારંભ ગુરુ વંદનાથી, ગુરુપૂજનથી કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા શા માટે કહેવામાં આવે છે? ભગવાન પણ અવતાર લઈ આવે છે ત્યારે ગુરુ ગૃહે જઈ વિદ્યાભ્યાસ કરી ગુરુ પૂજનનું મહત્વ સમજાવે છે.

વેદ અને પુરાણની દ્રષ્ટીએ ‘‘ગુરુપૂર્ણિમા’’નું શાસ્ત્રીય મહત્વ શાસ્ત્રી મુકેશ ત્રિવેદીએ વર્ણવ્યું છે. આવતીકાલે ભૂદેવરક્ષા સમિતિ દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી ભગવાન વેદવ્યાસનું મહાપૂજન કરવામાં આવશે.

ભગવાન પણ પૃથ્વી ઉપર અવતાર લઈને આવે છે ત્યારે ગુરુ મહિમા વધારવા તેમણે પણ ગુરુની જરૃર પડે છે, તો સાધારણ મનુષ્યોએ ગુરુ કરવામાં સહેજ પણ સંકોચ ન કરવો.

પરમાત્માના સાક્ષાત્કાર કરવાની ઈચ્છા, આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, વેદોને જાણવાવાળા વેદોમાં શ્રધ્ધા રાખવાવાળા ગુરુ થવાની સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે. ગુરુ પૂર્ણિમા આદિ- અનાદિથી મનાવવામાં આવે છે, સનાતક વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરા ભગવાન નારાયણે જયારે સૃષ્ટીનો આરંભ કર્યો ત્યારથી શરુ થયેલી છે. નારાયણ જ આદિ ગુરુ છે, અને નારાયણ જ વેદ- વ્યાસ થઈને પ્રગટ થયા માટે આને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે.

‘‘ગુરુ પૂર્ણિમા’’ ‘ગુ’ એટલે અંધકાર ‘રુ’ એટલે પ્રકાશ શિષ્યના અજ્ઞા:નનો નાશ કરે અને જ્ઞા:નની જયોત ફેલાવે તે ગુરુ સમસ્ત શાસ્ત્રોની વિદ્યા ગુરુદેવના મુખકમળમાં રહે છે, અને તે ગુરુ દેવથી મુકિતથી પ્રાપ્ત થાય છે. શિવજી ક્રોધીત થાય તો તેને બચાવનાર કોઈ નથી એવું ગુરુ ગીતાનું વચન છે. ગુરુની સેવાથી વિમુખ થયેલા દ્વેષ, ઈર્ષા કરનારાઓ કોઈપણ હોય જેમકે દેવ હોય કે મનુષ્ય કોઈને પણ મુકિત મળતી નથી, માટે ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મમ છે.

ગુરુઓની પરંપરાનો ઉલ્લેખ કરતા શાસ્ત્રકારો બતાવે છે કે આદિ ગુરુ નારાયણ ત્યારબાદ બ્રહ્મા, વશિષ્ઠ, શકિત, પરાશર, વ્યાસ, શુકદેવજી, ગૌડપાદ, ગોવિન્દમુનિ, શંકરાચાર્ય, પદ્મપાદ, હસ્તામલક, તોટકાચાર્ય અને સુરેશ્વરાચાર્ય આ તમામ ગુરુઓની પરંપરામાં આવે છે, ગુરુ પૂર્ણિમાના દિવસે શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, મધવાચાર્ય અને વલ્લભાચાર્ય આ તમામ ગુરુઓના શિષ્યો, અનુયાયીઓ તેઓની પૂજા, પાદુકા અર્ચન કરી ચાતુર્માસનો આરંભ કરે છે, ગુરુ પૂર્ણિમા એ ગુરુ દક્ષિણાનું વિશેષ મહત્વ છે, ગુરુ પ્રત્યે શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ શરણાગતિ એજ ગુરુ દક્ષિણા.

વેદ-વ્યાસજીનો જન્મ યમુના નદીના દ્વિપમાં થયો હતો માટે તેમનું નામ ‘‘દ્વૈપાયન’’ પડયુ, શરીરનો રંગ શ્યામ હોવાથી તેમનું નામ ‘‘કૃષ્ણ દ્વૈપાયન’’ પડયું, સૌ પ્રથમ વેદોના વિભાગ કરવાથી તેઓ ‘‘વેદ-વ્યાસ’’ તરીકે ઓળખાયા એજ ‘વેદ-વ્યાસજી’ના સંભારણા એટલે ગુરુપૂર્ણિમા જેને વ્યાસે પૂર્ણિમા કહેવાય છે. વેદ- વ્યાસના પિતા મહામુનીપરાશર હતા, માતા સત્યવતી હતા. વેદ-વ્યાસે ૧૮ પુરાણો, અનેક ઉપકરણોની રચના તેમને કરી છે.

વિશ્વનો સૌથી મોટો ગ્રંથ જેમાં એકલાખ શ્લોકો છે એવા મહાભારતની રચના પણ તેમણે જ કરી છે. ‘‘બ્રહ્મસૂત્ર’ જેવા તત્વજ્ઞા:નથીભરપુર અદ્વિતીય ગ્રંથની પણ રચના તેમને કરી હતી. વ્યાસ મુનિએ તેમના ચાર મુખ્ય શિષ્યોને વેદોનું જ્ઞા:ન આપ્યું, ‘‘વૈશમ્ગ્પાયમુનિને યજુર્વેદ’ ‘જૈમીની મુનીને સામવેદ’ ‘સુમન્તુમુનીને અર્થવવેદ જયારે ‘સૂતમુનિને’ ઈતિહાસ અને પુરાણનું જ્ઞા:ન આપ્યું. શ્રીમદ્ ભગવદ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે વ્યાસને પોતાની વિભૂતિ બતાવી છે, સનાતન ધર્મમાં જે સાત ચિરંજીવી છે તેમાં પણ વ્યાસ મુનિ ચિરંજીવી છે, માટે દરેક મનુષ્યએ પોતાના જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ.

Posted By : Ronak Joshi On gujarati

Categories:

Leave a Reply