!...વંદના મારી સ્વીકારો...!
 


વંદના મારી સ્વીકારો,
ગુરૂજી વંદના સ્વીકારો...વંદના મારી સ્વીકારો...!

જગ આખુ ભટ્ક્યો ત્યારે,
પામ્યો હું તમને ગુરૂજી...વંદના મારી સ્વીકારો...!

મુજ ભટકેલને માર્ગ,
બતાવ્યો હો, ગુરૂજી...વંદના મારી સ્વીકારો...!

સંસ્કાર અને સહકારથી,
મુજને ધનવાન બનાવ્યો...વંદના મારી સ્વીકારો...!

નિષ્ઠા અને પ્રતિષ્ઠા અર્પી,
પ્રમાણિકતાના પાઠો ભણાવ્યા...વંદના મારી સ્વીકારો...!

ગુરૂથી દુર જનારો,
તેમના ગુણોથી પણ દુર થાય...વંદના મારી સ્વીકારો...!

વંદના કરી, કિશોર કરે વંદન,
માયારૂપી સંસારમાં, સંભાળો તારા નંદનને...વંદના મારી સ્વીકારો...!

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
Posted By : KishorBhai M. Patel On Gujarati

Categories: ,

Leave a Reply