આપણા નાકામીયાબ  IB dep., police,politician.
શુ કરે છે આપણી ઇન્ટર પોલ?
શુ કરે છે આપણા પોલીસવાળઑ?
આપણા ઘરમા આવીને કોઈ મારી જાય છે અને અપણને ખબર પણ પળતી નથી.
****************************************************************૧૦ મિનિટમાં ત્રણ વિસ્ફોટ ઃ ઝવેરી બજાર - હીરા બજાર અને દાદરમાં ધડાકો ઃ ૪૧ શહેરોમાં રેડ એલર્ટ

૧૩ તથા ૨૬ તારીખની પસંદગી પાછળનું રહસ્ય
ભારતભરમાં જ્યાં જ્યાં આતંકવાદી તત્વો દ્વારા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે તે માટે મહદઅંશે તા. ૧૩ તથા તા. ૨૬ પસંદ કરવામાં આવી છે. આ સંજોગોમાં તા. ૧૩ કે પછી ૨૬ એ માત્ર 'સંયોગ' છે કે પછી તેની પાછળ ત્રાસવાદી તત્વોની કોઇ ચોક્કસ નાપાક મકસદ ભાગ ભજવી રહ્યો છે તેનું વિશ્લેષણ કરવું જરૃરી છે.
વેપારીઓના હાથમાંથી હીરાના પડીકા ઉડી ગયા ઃ સમગ્ર મુંબઇમાં આતંકી માહોલ ઃ ઓપેરાનો ધડાકો એટલો પ્રચંડ હતો કે બે કિ.મી. સુધી સંભળાયો (પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૩
મુંબઈના સૌથી ગીચ વિસ્તાર ઝવેરી બજાર, ઓપેરા હાઉસના હીરા બજાર અને દાદર સ્ટેશન નજીક આજે સાંજે થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં લગભગ ૨૦ જણ માર્યા ગયા હતા અને ૨૦૦ જખમી થયા હતા. મુંબઈના ટ્રેન બ્લાસ્ટની પાંચમી વર્ષીના બે દિવસ બાદ અને ૨૬/૧૧ના હુમલા વખતે જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસબના જન્મદિને જ ત્રાસવાદીઓએ મુંબઈને નિશાન બનાવતા હાહાકાર મચી ગયો હતો. ગૃહ મંત્રાલયે આને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. આજે સાંજે સાત વાગ્યાની આસપાસ ઓપેરા હાઉસના પ્રસાદ ચેમ્બર પાસે, ઝવેરી બજારમાં મુંબાદેવી મંદિર નજીક ખાઉ ગલીમાં અને દાદર પશ્ચિમમાં કબૂતરખાના પાસેનો વિસ્તાર જબરજસ્ત બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઊઠયો હતો. જોત જોતામાં જખમી અને લોહીલુહાણ હાલતમાં કેટલાય લોકો બેબાકળા બની આમથી તેમ નાસભાગ કરતા જોવા મળ્યાં હતા. હીરાબજારમાં અને મુંબાદેવી પાસેના બોમ્બબ્લાસ્ટમાં અનેક ગુજરાતી વેપારીઓ સપાટામાં આવી ગયાની શંકા સેવાઈ રહી છે.
પાંચ વર્ષ પહેલાં ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ પણ સાંજના સમયે થયાં હતાં. આજે સાંજે સાત વાગ્યાના સુમારે ઓપેરા હાઉસના પ્રસાદ ચેમ્બરની સામે આવેલા શ્રીજી ચેમ્બરની બહાર એક અજાણી કાર (એમએચ૦૧-એએક્સ-૨૮૯૩) આવીને ઊભી રહ્યા બાદ પ્રચંડ ધડાકો થયો હતો. કારમાંથી વિસ્ફોટક ફેંકાવાથી ધડાકો થયો હતો કે કેમ એની તપાસ ચાલુ છે. ત્યાર બાદ આતંકવાદીઓના કાયમ નિશાન પર રહેલા મુંબાદેવી મંદિર પાસે ધડાકો થયો હતો. ત્રીજો બ્લાસ્ટ દાદર પશ્ચિમમાં કબૂતરખાના વિસ્તારમાં બસ સ્ટોપના મીટર બોક્સ પાસે થયો હતો. દરમ્યાન ગ્રાન્ટરોડમાં એક જીવંત બોમ્બ મળી આવ્યો હતો. પોલીસનું માનવું છે કે આતંકવાદીઓનો ઈરાદો ત્રણથી વધુ જગ્યાએ વિસ્ફોટ કરવાનો હશે. ત્રણેય ધડાકા આઈઈડી (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોઝીવ ડિવાઈસ)થી કરવામાં આવ્યાનું પોલીસ કમિશનર અરૃપ પટનાયકે જણાવ્યું હતું. દેશની મોટામાં મોટી હીરાબજાર તરીકે જાણીતા ઓપેરા હાઉસ એરિયામાં ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો. મકાનોના કાચ ફૂટી ગયા હતા અને કેટલીક દુકાનોના સાઈનબોર્ડ ઊડી ગયાં હતાં. ધડાકાને પગલે નાસભાગ થતા હીરાના કેટલાય વેપારીઓ અને દલાલોના હાથમાંથી હીરાના પડીકા પડી જવાથી ડાયમંડ વેરાઈ ગયાં હતાં.પણ હીરા ઉપાડવાની પરવા કર્યા વિના બોમ્બ ફાટયો.... બોમ્બ ફાટયો એવી બૂમાબૂમ કરતા બેબાકળા બની જીવ મુઠ્ઠીમાં લઈને લોકો ભાગ્યાં હતાં. દાદરના બસસ્ટોપ પાસે બોમ્બ ધડાકો થયો ત્યાં પણ એક શંકાસ્પદ કાર (એમએચ-૪૩એ ૯૩૮૪) જોવા મળી હતી. આ કારના કાચના ભુક્કા બોલી ગયાં હતાં જેને કારણે પણ રસ્તે જતાં રાહદારીઓ કાચના ટુકડા વાગવાથી ઘાયલ થયા હતા.
Posted By : Ronak joshi on gujarati

Categories:

Leave a Reply