હુંય મુઠ્ઠીમાં સમયની બંધ છું,

એક રેખામાં હજી અકબંધ છું.આવતાં પ્હેલાંજ અંધારું થયું,
કયાં ગયું અજવાળું જાણે અંધ છું.ઓસની સથે સળગતા શ્વાસ
આ,ફૂલમાં સળગી ગયેલી ગંધ છું.રોજ મારાથીજ હું છૂટો પડું,
બોલ ક્યા ભવનો ઋણાનુંબંધ છું?એક ઝબકારો થયો મારી તરફ,
આ લિસોટા જેટલો સબંધ છું.મનીષ પરમાર

Posted By :- BHARAT SUCHAK On Gujarati

Categories:

Leave a Reply