ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધાં કહે છેજમાનો ખરાબ છે.- મરીઝ

સત્ય દરરોજ માણસની પરીક્ષા કરે છે. સત્ય દરરોજ માણસને સવાલકરે છે. માણસે તેનો જવાબ આપવાનો હોય છે. જેમ દરેક સવાલના જવાબમાં હા કે ના હોય છેતેમ સત્યના સવાલમાં સત્ય અને અસત્ય હોય છે. સત્ય નહીં જીતે એવું લાગે ત્યારે માણસઅસત્યનો સહારો લે છે અને ત્યારથી તેની હારની શરૂઆત થાય છે. સત્ય કદાચ પહેલાતબક્કામાં હારે પણ અંતિમ તબક્કામાં તો જીતતું જ હોય છે. અસત્ય હંમેશાં પહેલાતબક્કામાં જીતે છે, પણ છેલ્લે હારેછે. અસત્યનું આયુષ્ય લાંબું હોતું નથી. સત્ય સનાતન છે. માણસ અને દરેક જીવનુંઆયુષ્ય ખૂટે છે, પણ સત્યનું આયખું ખૂટતું નથી. માણસની ગેરહાજરી પછી પણ એનુંસત્ય જીવતું રહે છે.

સત્યનો મહિમા ગાવા માટે નથી, સત્યનો મહિમાઅનુસરવા માટે છે. સત્ય સહેલું નથી. સહેલું હોત તો દરેક માણસ આરામથી સત્ય બોલત.સત્ય અઘરું છે અને અઘરું હોય એ જ શીખવું પડે છે. નાના હોય ત્યારથી વડીલો કહેતા હોયછે કે, હંમેશાં સત્ય બોલવું, કારણ કે અસત્યબહુ સહજ છે. એટલે જ આપણે આસાનીથી અસત્ય બોલતાં હોઈએ છીએ. ખોટું બોલો ત્યારે તમનેખબર હોય છે કે તમે ખોટું બોલો છો? ના. તમને એટલી જ ખબર હોય છે કે હું જે બોલું છું એ મારાફાયદામાં છે. બધાનો હોઈ શકે, સત્યનો અપવાદ નહોય. સત્યનો વિકલ્પ પણ ન હોય. આપણે એવું સાંભળીએ છીએ કે સો વખત બોલાય તો અસત્ય પણસત્ય થઈ જાય છે. આ વાત દિલ કો બહેલાને કે લિયે અચ્છી હૈ, પણ સાચી નથી,કારણ કે સત્ય હજાર વખત બોલાય તોપણ એ અસત્ય થતું નથી,ઊલટું એ વધુ ચળકતું સત્ય બની જાય છે.

એક કંપનીનો માલિક વૃદ્ધ થયો. તેને થયું કે હવે મારે મારોધંધો મારા ચાર પુત્રોમાંથી એકને સોંપી દેવો જોઈએ. તેને દ્વિધા એ હતી કે કયાપુત્રને તેનો ધંધો સોંપવો? જો ખોટા હાથમાં જાય તો ધંધો ચોપટ થઈ જાય. તેણે એક તરકીબઅજમાવી.

એક દિવસે ચારેય પુત્રોને બોલાવ્યા. નિવૃત્તિ લેવાની ઇચ્છાજાહેર કરી. પુત્રો રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે મારા હાથમાં બધો ધંધો આવે. જોકેપિતાએ એક શરત મૂકી. પિતાએ કહ્યું કે, “તમને ચારેયને હું ફૂલના છોડનું એક બીઆપું છું. તમારે કુંડામાં એ બી વાવવાનું છે અને એક મહિના પછી એ કૂંડું લઈને મારીપાસે આવવાનું છે. જેનો છોડ સૌથી મોટો હશે તેને હું મારો ધંધો સોંપી દઈશ. પિતાએ ચારેયપુત્રોને બી આપ્યાં. ત્યારથી બધાના મનમાં એક જ વિચાર ચાલતા હતા કે મારો છોડ કેવીરીતે મોટો થાય!

ચારેય પુત્રોએ પોતાના ઘરે જઈ કૂંડામાં બી વાવ્યાં. એકપુત્રની હાલત કફોડી થઈ ગઈ. અઠવાડિયું થઈ ગયું છતાં કૂંપળ જ ન ફૂટી. બી કૂંડાનીમાટીમાં દબાયેલું જ રહ્યું. તેને થયું કે પિતાનો કારોબાર હવે તેના હાથમાં નહીંઆવે. ત્રણેય ભાઈઓને ઘરે જઈને જોયું તો તેના છોડ ઉગવા લાગ્યા હતા.

પંદર દિવસ થયા. ભાઈઓના છોડ મોટા થવા લાગ્યા હતા. ત્રણેયવચ્ચે સ્પર્ધા હતી કે કોનો છોડ મોટો થાય. ખાતર નાખી પોતાનો છોડ મોટો કરવાની ત્રણેયમહેનત કરતા હતા. જ્યારે આ ભાઈનો છોડ તો ઉગ્યો જ નહીં. એ મૂંઝાઈ ગયો. શું કરવું એસમજ નહોતી પડતી. પત્નીને વાત કરી. પત્નીએ કહ્યું કે, “હશે, ચિંતા ન કરો.આપણા નસીબમાં નહીં હોય. તમે ખાલી કૂંડું લઈને જજો. છોડ ન ઉગ્યો એમાં તમારો વાંકનથી. જે છે તે છે. છેક સુધી એ બીમાં સળવળાટ જ ન થયો.

એક મહિનો પૂરો થયો. ચારેય ભાઈઓ કૂંડાં લઈને પિતા સમક્ષ હાજરથઈ ગયા. ત્રણ છોડ મોટા થતાં, એકમાં ફૂલ પણ ઊગી ગયું હતું. ચોથા ભાઈના કૂંડામાં દાટેલા બીસિવાય કંઈ જ ન હતું. એ ભાઈને થયું કે, “હમણાં પિતા આવશે અને ફૂલ ઉગ્યું છે એભાઈને ધંધો સોંપી દેશે. બાકીના બે ભાઈઓને પણ કદાચ થોડો હિસ્સો આપશે. મને તો કાઢી જમૂકશે.  ઠપકો પણ આપશે અને કહેશે કે એક છોડ ન ઉગાડી શક્યો, ધંધો શું ખાકસંભાળવાનો છે?

પિતા આવ્યા. ચારેય કૂંડાં જોયાં. તેણે કહ્યું કે, “હવે હું મારોનિર્ણય સંભળાવું છું. ખાલી કૂંડા પાસે આવીને તેણે એલાન કર્યું કે આ કૂંડાવાળાદીકરાને મારો ધંધો સોંપું છું! પેલા દીકરાને તો કંઈ સમજાયું જ નહીં કે આ પિતા શું કહે છે?મારું બી તો ઉગ્યું જ નથી!  જોકે બાકીના ત્રણેય દીકરાની નજર ઝૂકી ગઈ.

પિતાએ કહ્યું કે, “મેં તમને ચારેયને જે બી આપ્યાં હતાં એઝેરમાં બોળીને આપ્યાં હતાં. એ ઉગવાનાં જ ન હતાં એની મને ખબર હતી. તમે ત્રણેયે બીબદલાવી નાખ્યાં! તમારો છોડ જેટલો મોટો છે એટલી મોટી તમારી છેતરપિંડી છે. પેલાદીકરા પાસે આવીને કહ્યું કે, “તેં અસત્યનો સહારો ન લીધો તને હાર સ્વીકાર હતી, પણ અસત્ય નહીં,એટલે જ તારી જીત થઈ છે. તું જ મારો ધંધો સંભાળવા લાયક છે. સત્ય પહેલી નજરેહારતું લાગે છે, પણ હકીકતે એ જ જીતતું હોય છે.

સત્ય બોલવા માટે સોગંદ લેવાની પણ જરૂર નથી,કારણ કે સત્ય પરખાઈ જ જવાનું છે. સત્યને કોઈ આધારની જરૂર નથી. સત્યને કોઈઆકારની પણ જરૂર નથી. સત્ય નિરાકાર છે. અસત્ય ઘડવું પડે છે. સત્ય દિલમાંથી નીકળે છેઅને અસત્ય મગજમાંથી જન્મે છે. મગજ દાવપેચ રમે છે, દિલ સહજ રીતેવર્તે છે. દરિયામાં ઉત્પાત છે એટલે જ એનાં મોજાં કિનારે માથાં પછાડે છે,ઝરણું સહજ છે. ઝરણામાં મોજાં નથી હોતાં, એનો સ્વભાવ તોખળખળ વહેતા રહેવાનો છે. દિલ અને દિમાગ તથા સત્ય અને અસત્યનું પણ આવું જ છે. તમારાપક્ષે સત્ય હોય તો પછી કોઈના સાથની જરૂર નથી. સત્યને સાથે રાખો પછી અસત્ય માટે કોઈઅવકાશ જ નહીં રહે. સત્ય એટલું બધું સહજ છે કે એ બોલતાં પહેલાં કંઈ જ વિચારવુંપડતું નથી. બાય ધ વે, આપણે આપણા પક્ષે સત્ય છે કે નહીં એટલું વિચારીએ છીએ ખરાં?

છેલ્લો સીન :

કોણ સાચું છે એ નહીં, પણ શું સાચું છેએ વધુ મહત્ત્વનું હોય છે.

From : www.sandesh.com

Categories:

Leave a Reply