પ્રેમની વાત આવે ત્યારે આપણે લયલા—મજનુ કે સિરીં-ફરહાદ ની વાત કરીએ છીએ, અને કદાચ એટલે જ સાચા પ્રેમી કોને કહેવાય એ અંગે વિચારતાં, વર્ષો પહેલા વાંચેલી થોડી અરબી પંક્તિઓ આજે અચાનક યાદ આવી. મૂળ અરબી પંક્તિઓ કંઈક આવી હતીઃ

“મન સુદમ તો તન સુદમ, મન તન સુદમ તો જાન સુદી
તાક્દ નગુયદ બાદ અઝહીન મન દિગરમ તું દીગરી”

આનો અર્થ કાંઈક આવો થાય છેઃ

“હું તું થઈ ગયો, તું હું થઈ ગઈ, હું શરિર છું, તું જીવ છે,
તો કોણ કહી શકે કે હું તારાથી ભિન્ન છું, કે તું મારાથી ભિન્ન છે?”

પ્રેમની આનાથી સારી વ્યાખ્યા બીજી કઈ હોઈ શકે? શરિર વગરના જીવનું તો અસ્તિત્વ જ નથી, અને જીવ વગરના શરિરની કોઈ કીમત નથી. ગમે એટલી સુંદર સ્ત્રીનો મૃતદેહ કોઈને પણ આકર્ષક લાગતો નથી. “હું શરિર છું, તું જીવ છે” આ શબ્દોમા પ્રેમની પરાકાષ્ટા દેખાય છે.

પણ હું શા માટે આ વાત કરૂં છું? આજે આવા શરિર અને જીવના સંબંધો ક્યાં રહ્યા છે? માત્ર શરિર અને શરિરના જ સંબંધો દેખાય છે.

-પી. કે. દાવડા

Categories: ,

Leave a Reply