દીકરી નથી સાપનો ભારો,

દીકરી છે તુલસી નો ક્યારો,

દીકરી બાપનું ઉર,

દીકરી આંખનું નૂર્,

દીકરી તાતનું અરમાન,

દીકરી માતની ઊડાન,

દીકરી પ્રેમનું અક્ષયપાત્ર,

દીકરી ત્યાગ, સમર્પણનું સમસ્ત શાસ્ત્ર,

સ્વાર્થનું સગપણ એવું એ તો તીરાડ પાડે ને તુટે,

દીકરી તો સ્નેહની સરવાણી,

નિત્ય નિરંતર ફુટે,

દીકરીના પગલે લાગે બધું મનોહર,

દીકરી વિનાનું ઘર જાને વાગ્યા વગરનું ઝાંઝર,

દીકરી જશે જયારે ઘરેથી,

ત્યાં ફરી વળશે અંધારું,

દીકરી વિનાનું જાણે મીઠું જળ પણ ખારું.....!Categories: ,

Leave a Reply