પ્રેમ કરી પારિતોષ મેળવનારા છે ઘણા,
પાળીયા બની અમર બનનારા છે ઘણા,
પાછા ઋણાનાબંધને બંધાય તો જાય છે,
પણ ઉલુપ્ત થઇને નિહારનારા છે ઘણા,
પ્રેમ ગલીઓમાં રોનક થતી નથી ઓછી,
એ જીંદગીના મેળામાં ફરનારા છે ઘણા,
રહે છે વાતો બની યાદ વિરહ મિલનની,
તખ્તી બની દિવાલે લટકનારા છે ઘણા,
સુંદર ચહેરા પણ હોય તો છે માટીના જ,
માટીમા બનીને માટી ભળનારા છે ઘણા,
પ્રેમ થયા બાદ કદીએ વિસરાતો નથી,
એના મીઠા સ્મરણૉમાં રહેનારા છે ઘણા,
પ્રેમ તો છે એક અમુલ્ય ઇશ્વરી નજરાણુ,
'નીશીત' જેમ યાદોમાં જીવનારા છે ઘણા.

નીશીત જોશી

Categories: ,

Leave a Reply