(ભારત દેશમાં સહન કરે  બે જ પાત્રો, એક જનેતા અને બીજી જનતા...)


માનવને મહાન બનાવે ખુરશી,

ઝળહળતું માન અપાવે ખુરશી.આવડી જાય એનું કરતા જતન,

તો પ્રભુ તરીકે ઓળખાવે ખુરશી.મોહિની બનીને આવી છે સંસારમાં,

ભ્રષ્ટાચારમાંયે સપડાવે ખુરશી.એતો ગણાય છે ચંચળતાની દેવી,

ને ગુંડાગીરી પણ કરાવે ખુરશી.બનાવી પણ શકે છે પૈસાનો દાસ,

નૈતિક પતનમાં પડાવે ખુરશી.'
સાગર' ચખાય જો એકવાર સ્વાદ,

પછી વારંવાર લલચાવે ખુરશી.- '
સાગર' રામોલિયા


Categories: ,

Leave a Reply