પ્રેમ એટલે જયારે મારી માતા મને ચુમ્મીને કહે “બેટા, તું મને બહુ જ વહાલો છે”

પ્રેમ એટલે જયારે હું કોલેજથી પાછો આવું અને પિતા કહે “કેમ બહુ મોડું થયું?”

પ્રેમ એટલે જયારે મારા ભાભી મને કહે “ઓયે હીરો, મેં તારા માટે એક છોકરી કોઈ રાખી છે, તને કોઈ ગમતી હોય તો કહે”

પ્રેમ એટલે જયારે મારી બહેન મને કહે “ભાઈ, મારા લગ્ન પછી તમારું કામ કોણ કરશે?”

પ્રેમ એટલે જયારે હું ઉદાસ હોવ અને મારો ભાઈ મને કહે “ચાલ ક્યાંક ફરવા જઈએ”

પ્રેમ એટલે જયારે મારો પરમ મિત્ર મને ભેટીને કહે “અબે તારી વગર મજા નથી આવતી”

આ પ્રેમ છે અને જીન્દંગીમાં આવા પ્રેમને કદી ભૂલી ના શકાય.

પ્રેમ
માત્ર બોય-ફ્રેન્ડ કે ગર્લ-ફ્રેન્ડને જ કરાય (અથવા તેમની પાસેથી જ મળે)
એવું નથી, હું મારા પરિવાર અને મારા મિત્રોને પ્રેમ કરું છું..

Categories:

Leave a Reply