વ્હાલી મારી…..!

તે તો છે મારી વ્હાલી,

હસતી હસાવતી,

રમતી રમાડતી,

ઉછળતી કૂદતી,

તે તો છે મારી વ્હાલી,

ક્યારેક આપે આંસુ,

સુખ ના તો,

દુઃખ ના પણ્,

ક્યારેક માનતી,

ક્યારેક મનાવતી,

તે તો છે મારી વ્હાલી,

અદ્વિતીય,

અકલ્પનીય,

અનુપમ,

તે તો છે મારી વ્હાલી,

જેવી છે તેવી,

ખુદા એ આપેલી,

મને ગમતી,

મન ને ગમતી,

તે તો છે વહેતા ઝરણા જેવી,

તે તો છે મારી વ્હાલી જીંદગી….


Categories: ,

Leave a Reply