જિંદગી એક પડકાર છે................... એને ઝીલી લ્યો
જિંદગી એક અનમોલ ભેટ છે ........એનું સ્વાગત કરો
જિંદગી એક સાહસ છે.....................એનો મુકાબલો કરો
જિંદગી એક વિષાદ છે....................એને પાર કરો
જિંદગી એક કરુણાંતિકા છે...............એને મહેસુસ કરો
જિંદગી એક કર્તવ્ય છે....................એનું પાલન કરો
જિંદગી એક રમત છે......................એને રમી જાણો
જિંદગી એક રહસ્ય છે ...................એને ઉકેલવા મથો
જિંદગી એક સંગીત છે....................એને ગાઈ જાણો
જિંદગી એક અવસર છે..................એને આવકાર આપો
જિંદગી એક મુસાફરી છે................એને પરિપૂર્ણ કરો
જિંદગી એક વચન છે....................એને નિભાવી જાણો
જિંદગી એક પ્રેમ છે.......................એનો આનંદ માણો
જિંદગી એક સોંદર્ય છે...................એની કદર કરો
જિંદગી એક અનુભૂતિ છે...............એનો અનુભવ કરો
જિંદગી એક સંઘર્ષ છે...................એનો સામનો કરો
જિંદગી એક સમસ્યા છે................એનો જવાબ શોધો
જિંદગી એક ધ્યેય છે....................એને પ્રાપ્ત કરો
જિંદગી એક ફરજ છે.....................એનું સુપેરે પાલન કરો
જિંદગી અમુલ્ય ખજાનો છે............એનું જીવની જેમ જતન કરો
જિંદગી પ્રેમ શાંતિનો સંદેશ છે.......એને વહેંચતા રહો
જિંદગી એક સ્વાભિમાન છે...........એને માટે અડગ રહો
જિંદગી દેશાભિમાન છે..................એને માટે મારી ફિટો
જિંદગી પ્રભુની દેન છે................... ઉપકાર કદીયે ના ભૂલો
જિંદગી જગત કલ્યાણ માટે છે.....એટલા માટે સ્વ નહિ પણ સર્વ  માટે જીવો

સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)

Categories: ,

Leave a Reply