તમે કહો ને અમે ન કરીએ, એવું બને જ કેમ?
સદા તમોને રાજી કરવા, એ જ અમારી નેમ.
દિવસરાત અર્પણ છે તમને, છતાં કરો છો વહેમ?
તમે ભલે ના સમજી શકતા, અમે કર્યો છે પ્રેમ.

તમે કહો તો સૂરજ ઊગે, તમે કહો તો રાત પડે,
દિવસ-રાતના ભેદ તમારી પાસે અમને નહિં નડે;
છતાં તમારા શંકીલા મનમા શાને ખોટી છાપ પડે?
આવું માનસ હોય તમારું, ગાડી પાટે કેમ ચડે?

બદલો માનસ હવે તમારું, નહિં તો અંતર કેમ મળે,
અહીં પ્રેમના મોજા ઉછળે, તમને ના કંઈ સમજ પડે,
આ છેલ્લો છે યત્ન અમારો, એમા જો કંઈ પણ ન વળે,
સારૂં થાસે “બ્રેકઅપ” કહીને, બેઉ પોત-પોતાને માર્ગ પડે.

-પી. કે. દાવડા

Categories:

Leave a Reply