તો અને ત્યારે નકામી થાય છે,
જિંદગી તારા વગર જો જાય છે.

એટલે તો પંખીઓ ઊડ્યાં નહીં,
વૃક્ષનું મન રાતનું કચવાય છે.

મોજ કરવાની ગમે દરિયાતને,
નાવને તારી જ ચિંતા થાય છે.

તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એનેલાગણી કહેવાય છે.

તું કહે છે એકદમ ખાલી ને ખમ,
તો પછી આ રોજ શું વપરાય છે?

છેક પહોંચીને પછી પાછા વળ્યા,
ટોચ પર તો શ્વાસ બહુ રૂંધાય છે.


ગુંજન ગાંધી

Categories: ,

Leave a Reply