નફા ને ખોટનો ખયાલ કર,
ફકીર સાથે ભાવતાલ કર.
કોક બીજું વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ કર.
કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ કર.
તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ કર.
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ કર.

-
અદમ ટંકારવી

Categories:

Leave a Reply